અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના જીવાપર ગામે મોડી રાતે 23 વર્ષના યુવાન પ્રકાશ ચંદુભાઈ મકવાણા તેજ ગામની તેની પ્રેમિકાના ઘરની દીવાલ કૂદીને મળવા ગયો હતો. આ સમયે પ્રેમિકાના પરિવાર ઉંઘમાંથી જાગી જતાં છરીથી નાક કાપી તાલિબાની સજા ફટકારી હતી. બાબરા પીએસઆઈ ગીતા આહીર જીવાપર ગામે દોડી જઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને પ્રથમ બાબરા પછી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવો પડ્યો હતો.
પ્રેમિકાના પરિવારજનો જગદીશ સવાભાઈ પીપળવા, શારદા જગદીશભાઈ પીપળવા, સુરેશ સવા પીપળવા, અતુલ સુરેશ પીપળવા, કાળુ મનસુખ પીપળવા મળી 5 વ્યકિતઓની પોલીસ દ્વારા અટક કરી છે.
શિક્ષકના પ્રેમથી વિદ્યાર્થીનીએ અત્મહત્યા કરી
સાવરકુંડલા તાલુકાનાં આંબરડી ગામે રહેતી અને અભ્યાસકરતી એક 17 વર્ષની તરૂણીને પોતાના શિક્ષક ભરત ડોડીયાએ અવારનવાર ફોનથી પ્રેમ અંગેના અને લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું. આ બાબતની જાણ કોઈને થઈ જશે તેવા ડરનાં કારણે તેણીએ ગત તા.1પનાં રોજ સવારે સ્કૂલેથી પોતાની બહેનપણીને 10 મીનીટમાં આવું છું તેમ કહી જતી રહેલ હતી બાદમાં અભરામપરા ગામે જવાનાં રસ્તે આવેલ એક વાડીમાં આવેલ કુવામાં પડી જઈ તરૂણીએ આપઘાત કરી લીધો હતો આ બનાવ અંગે ડી. ડી. ગોંડલીયાએ વધુ તપાસ હાથ ધરી છે