રાજકોટ,તા.02 સમગ્ર દેશની સાથેસાથે રાજકોટમાં પણ રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી બાપુની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીજન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્લોગીંગ રન, પ્રભાત ફેરી, શ્રમદાનના યોજાયાં હતા. વિવિધ થીમ સાથે વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજાઇ હતી. બાળકોએ સ્વચ્છ રાજકોટ અને પ્લાસ્ટિકમુકત રાજકોટનો સંદેશો પ્રસરાવ્યો હતો. રેસકોર્સ, બહુમાળી ભવન ચોક ખાતેથી યોજાયેલી રેલીને રાજકોટના અગ્રણીઓએ પ્રસ્થાન કરાવ્યું હતું. પ્લોગીંગ રન એક વિશિષ્ટ આયોજન બની રહયું હતું, જેમાં આ રનમાં ભાગ લેનારા હજારો લોકો અને છાત્રોએ જોગિંગ સાથે પ્લાસ્ટિક એકત્ર કર્યું હતું.