જેટ એરલાઇન અમદાવાદથી કંડલા માટે ફરી એક વખત 15 મે 2019થી પ્રારંભિક ભાડું રૂ.999 ટિકિટ ઓફર કરી છે. ફલાઇટનું બુકીંગ પણ શરૂ કરી દેવાયું છે. અમદાવાદથી ટ્રુ જેટની ફલાઇટ પોરબંદર, જેસલમેર, નાસિક, ઇન્દોર હવે કંડલામાં ધંધો કરશે. અમદાવાદથી બપોરે 2:50 વાગે રવાના થઇ કંડલા 3:45 વાગે પહોંચશે. કંડલાથી આ ફલાઇટ 4:05 વાગે રવાના થઇ અમદાવાદ 5 વાગે ઉતરાણ કરશે. ત્યારબાદ આ ફલાઇટ ઇન્દોર માટે ઉડાન ભરશે. અમદાવાદથી કંડલાનું અંતર માત્ર 1.20 કલાકમાં જ કાપશે.
એર ડેક્કની અગાઉ અમદાવાદથી કંડલાની 9 બેઠકની ફલાઇટ શરૂ કરવામાં આવી હતી જે પછીથી બંધ થઈ હતી. રાજ્યના શહેરોને જોડતી વિમાન સેવાના પ્રારંભ રૂપે 15 ઓગસ્ટથી અમદાવાદ-કંડલા વચ્ચે એર ડેક્કન સેવા શરૂ થઈ હતી.
મુંબઈ વચ્ચે ત્રણ વખત વિમાન શરૂં થઈ ને બંધ પણ થઈ
કંડલા એરપોર્ટ ખાતેથી હાલ મુંબઈની વિમાન ઉડે છે. 72 સીટર વિમાન હશે. જેટ એરવેઝની ભુજ મુંબઈની વિમાન બંધ થઈ ગઈ હતી. 11 વર્ષમાં ત્રીજી વખત મુંબઈ વચ્ચેની વિમાની સેવા શરૂ થઈ હતી. કચ્છની આર્થિક નગરી ગાંધીધામ અને દેશના આર્થિક પાટનગર મુંબઈ વચ્ચે સ્પાઈસ જેટની વિમાની સેવા શરૂ થશે. ભૂકંપ બાદ 2005માં કિંગફિશર એરલાઈન્સની વિમાની સેવા કંડલા -મુંબઈ વચ્ચે શરૂ થઈ હતી. તે બન્ને બંધ થઈ ગઈ. થોડા મહિના અગાઉ જ કંડલાથી વાયા અમદાવાદ મુંબઈનું 9 બેઠકનું વિમાન ઉડાડવામાં આવ્યું હતું. જે થોડા દિવસોમાં જ બંધ થયું હવે 11 વર્ષોમાં ત્રીજી વખત ઓગષ્ટમાં વિમાની સેવા શરૂ થઈ હતી.
કંડલા અને પાટનગર દિલ્હી વચ્ચે હવાઈ સેવા શરૂ થાય તે માટે કચ્છ ચેમ્બર ઓફ કોમર્સે રજુઆતો કરેલી છે.
ગુજરાતમાં અમદાવાદ, દ્વારકા, મુન્દ્રા, જામનગર, પોરબંદર, ભાવનગર, સુરત, દીવ, કંડલા રુટ પર ત્રણ વર્ષ સુધી એરલાઇન્સનો એકાધિકાર રહેશે. સરકારના જણાવ્યા પ્રમાણે એરલાઇન્સને જે પણ રુટ ફાળવવામાં આવ્યા છે ત્યાં તેમનો ત્રણ વર્ષ સુધી એકાધિકાર રહેશે. 11 કંપનીઓએ 200 રુટ માટે 45 પ્રસ્તાવ રજૂ કર્યા હતા. પહેલા તબક્કામાં 70 એરપોર્ટ પર ફ્લાઇટ શરૂ કરવાનો પ્રસ્તાવ છે.