અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા શહેરમાં રેસીડેન્ટ અને કોમર્શિયલ એમ બંને પ્રકારની બિલ્ડીંગોનું ઈન્સપેકશન કરીને ફાયર એનઓસી આપવામાં આવતી હોય છે ત્યારે આ બિલ્ડીંગમાં ફાયર ઈકવીપમેન્ટ હતા કે કેમ, તે કામ કરતા હતા ખરા,તેનુ છેલ્લુ ઈન્સપેકશન કયારે કરવામાં આવ્યુ હતુ.વગેરે જેવા પ્રશ્નો ફરી ચર્ચામાં આવ્યા છે.
ફાયરમાં જગ્યાઓ કેમ ભરાતી નથી..?
અમદાવાદ શહેરની વસ્તી ૬૫ લાખની છે.શહેરમાં સોળ જેટલા ફાયર સ્ટેશનો ઉભા કરી દેવામાં આવ્યા છે.પણ જરૂરી સ્ટાફની જગ્યા નિમણૂંક થઈ ગયા બાદ આખી પ્રક્રીયા રદ કરી દેવામાં આવી છે.હાલની પરિસ્થતિમાં અમદાવાદ ફાયરબ્રિગેડમાં ૧૬ ફાયર સ્ટેશનો સામે ચાર ડીવીઝનલ ફાયર ઓફિસર, ૨૧ સબ ફાયર ઓફીસર અને સો જેટલા ફાયરમેનોની જગ્યા ખાલી છે. ગત મહીને કૈઝાદ દસ્તુર અને સ્વસ્તિક જાડેજાની પસંદગી કીર્તી મોઢની ધરપકડના કારણે ટાળી દેવામાં આવી છે.