ફાર્માસીસ્ટની હાજરી વગર દવાની દુકાનો હજું પણ ચાલે છે, બંધ કરો

ફાર્માસીસ્ટ યુવાનોએ રજૂઆત કરતાં જણાવ્યુ હતું કે, ડ્રગ એન્ડ કોસ્મેટીક એકટ ૧૯૪૦ સેકસન ૬૫(૧૫) સી મુજબ મેડીકલ સ્ટોર્સમાંથી દવાના વેચાણ માટે ફાર્માસીસ્ટની હાજરી હોવી અનિવાર્ય છે. છતાં પણ કેટલાક મેડીકલ મેડીકલ ધારકો દ્વારા નિયમોને નેવે મૂકીને દવાઓનું વેચાણ થતાં પ્રજાનું સ્વાસ્થય જોખમાય છે.ગર્ભપાતને લગતી દવાઓના વેચાણથી રાજયમાં બાળકીઓની સંખ્યા પણ ઘટી છે.કોડીન જેવી દવાઓના ફાર્માસીસ્ટની હાજરી વગર થતા ખુલ્લેઆમ વેચાણથી સમાજનું યુવાધન તેનું બંધાણી બની રાું છે.

જિલ્લાના ઓરાક અને અૌષધ નિયમન વિભાગમાં વારંવાર ફરીયાદ કરવા છતાં નક્કર પગલા લેવામાં આવતા નથી અને ડ્રગ ઇન્સ્પેકટર ચેકીંગના નામે ઉઘરાણુ કરીને નિકળી જાય છે તેવો આ ોપ કરાયો હતો.બીજી તરફ ગુજરાતની ફાર્મસી કોલેજોમાંથી બહાર પડતાં ફાર્માસીસ્ટ કેનેડા,ઓસ્ટ્રેલીયા વગેરે દેશમાં સફળ ફાર્માસીસ્ટ બની રહે છે તો ગુજરાતમાં ફાર્માસીસ્ટની અવગણના શા માટે તેવો સવાલ ખડો કરી બેકારી વધી રાાની આપવીતી વ્યકત કરી હતી.આગામી દિવસોમાં ડ્રગ ઇન્સપેકટરો દ્વારા કાર્યવાહિ કરવામાં નહિ આવે તો તમામ જિલ્લામાં આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ફાર્માસીસ્ટ યુવાનોએ ઉરચારી હતી અને આ અંગે આગામી રણનીતી નક્કી કરવા રવિવારે પાટણના આનંદ સરોવરમાં ફાર્માસીસ્ટોની બેઠક યોજવામાં આવશે તેમ જણાવ્યું હતું.

મેડિકલ સ્ટોર્સમાં ગેરકાયદે દવાઓનું વેચાણ થતું હોવાની રાવ ઉઠી છે. દરેક કેમીસ્ટો માટે ડોક્ટરનું પ્રિષ્ક્રિપ્શન ફરજીયાત હોવા છતાં ઓલપાડ સહિત સુરત જિલ્લાભરમાં મેડિકલ સ્ટોર્સમાં ડોક્ટરની પરચી વગર દવાઓનું ગેરકાયદે વેચાણ થતું હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. દરેક મેડીકલોમાં બી-ફાર્મ થયેલા ફાર્મસીસ દ્વારા સ્ટોર્સનું સંચાલન કરવામાં આવતું નથી. આથી પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યાની પણ ફરિયાદ ઉઠતા તંત્ર દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવે એવી લોકમાંગ ઉઠી છે.
કેન્દ્ર સરકારે દવાઓના ગેરકાયદે વેચાણ ઉપર પ્રતિબંધ મુક્યો છે. ઉપરાંત આડેધડ વેચાણ થતી એન્ટીબાયોટીક દવાઓના વેચાણ ઉપર પ્રતિબંધ લાવવા માટે દરેક કેમીસ્ટો માટે ડોક્ટરનું પ્રિષ્ક્રિપ્શન ફરજીયાત બનાવ્યું હતું. જેને કેમીસ્ટ આલમે આવકારી પણ લીધું હતું પરંતુ મેડિકલ સ્ટોર્સમાં ડોક્ટરોના પ્રિષ્ક્રિપ્શન વગર જ દવાઓનું વેચાણ વધ્યું હોવાનું ફરિયાદ સામે આવી છે. સુરત જિલ્લામાં ખાસ કરીને ઓલપાડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અનઅધિકૃત માણસો દ્વારા મેડિકલ સ્ટોરનું સંચાલન કરવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી છે ત્યારે ડ્રગ ઇન્સ્પેક્ટર દ્વારા ઓલપાડ તાલુકામાં ચાલતા મેડિકલ સ્ટોર્સ ઉપર તપાસ કરવાની માંગણી ઉઠી છે. ઓલપાડ તાલુકામાં સાયણ,કીમ સહિત ઓલપાડ નગરમાં ઘણા મેડિકલ સ્ટોર્સ આવેલા છે. મેડિકલ સ્ટોર્સમાં ક્વોલીફાઇડ એટલે કે બી-ફાર્મ થયેલા ફાર્મસીસ દ્વારા સ્ટોર્સનું સંચાલન કરવામાં આવતું નથી. જેના પગલે ગરીબ અભણ પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યાની ગ્રામજનોમાં ચર્ચા ચોતરફ ચાલી રહી હતી. વિસ્તારના મેડિકલ સ્ટોર્સ ઉપર ગર્ભપાત, નશાની તેમજ ઊંઘની ગોળીઓનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
સૂત્રોનું જો માનીએ તો , સરકાર એક બાજુ બેટી બચાવો અભિયાનને વેગ આપી રહી છે. જ્યારે બીજી બાજુ મેડીકલ સ્ટોર્સ સંચાલકો ખુલ્લેઆમ ડોકટરની પ્રસ્ક્રિપ્શન વિના ગોળીઓ વેચીને અભિયાનને નિષ્ફળ બનાવી રહ્યા છે. મેડીકલ સ્ટોર્સ સંચાલકો તંત્રનો ડર રાખ્યા વિના ફાર્માસીસ્ટની ગેરહાજરીમાં ડ્રગ એન્ડ કોસ્મેટીક એક્ટનો ભંગ કરી નશીલી અને પ્રતિબંધિત દવાનું વેચાણ કરી રહ્યા છે. જે લોકોનાં સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એ જ રીતે ખુલ્લેઆમ નશીલી દવા તેમજ ગર્ભપાતની દવા વેચતા મેડીકલ સ્ટોર્સનાં સંચાલકો સામે તેમજ ફાર્માસીસ્ટની ગેરહાજરીમાં ચાલતા મેડીકલ સ્ટોર્સનાં સંચાલકો અને ડયુઅલ જોબ કરતા ફાર્માસીસ્ટો સામે તાત્કાલીક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
“મેડિકલ સ્ટોર્સમાં બાર ફેલ યુવકો દવાઓનું વેચાણ કરતા હોવાની ફરિયાદ”
મેડિકલ સ્ટોર્સ ચલાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક ધારાધોરણો નક્કી કર્યા છે. એ નીતિનિયમો મુજબ જ મેડિકલ સ્ટોર્સ ચલાવી શકાય છે. કોઈ પણ મેડિકલ સ્ટોર્સમાં ફાર્મસીસની ડિગ્રી ધરાવતા વ્યક્તિ જ મેડિકલ ચલાવી શકે. પરંતુ કેટલાક મેડિકલ સ્ટોર્સમાં 10 અને 12 ફેલ યુવકો પણ દવાઓનું વેચાણ કરતા હોવાની ફરિયાદ ઉઠી છે.