ફિલ્મી કલાકારોને આગળ કરી ગુજરાતમાં 2 લાખ લોકો પાસે પૈસા પડાવ્યા

ક્યુનેટ વિહાન ડાયરેક્ટ સેલિંગનું ઓનલાઇન બિઝનેસમાં 1 ડોલરના પ્રોડ્કટને 500 ડોલરમાં વેચવામાં આવતી હતી. ધંધો કઈ રીતે કરવો તે અંગે લોભામણી સ્કીમ રજૂ કરી રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી રોકાણ કરાવી પરત ન આપી વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરતા હોવાની ફરિયાદ નોંધાઈ છે. દેશમાં 12 લાખ લોકો અને ગુજરાતમાં 2 લાખ લોકોએ રોકણ કર્યું હોવાનુ માનવામાં આવે છે, તેથી ગુજરાત પોલીસે તેની તપાસ કરવાનું નક્કી કર્યું છે. જેમાં બોલીહુડના ફિલ્સમ સ્ટાર સામલ હોવાથી કૌભાંડમાં ભોગ બનનારા લોકો સીઆઈડી ક્રાઈમના ઈન્સ્પેક્ટર ડી.બી. પટેલ સમક્ષ લોકો ફરિયાદ કરી રહ્યાં છે. ફ્રોડસેલના ફોન નંબર 9099303359 પર લોકો ફરિયાદ નોંધાવી રહ્યાં છે.

માઇકલ ફરેરા એક પ્રખ્યાત બિલિયર્ડ ચેમ્પિયન છે. તે પોતે રૂ.425 કરોડના કૌભાંડનો આરોપી છે. માઇકલનો પુત્ર માર્ક ક્યુનેટ મલ્ટીલેવલ માર્કેટિંગ કંપની સાથે જોડાયો છે. ભારતમાં આ કંપની વિહાન ડાયરેક્ટ સેલિંગ પ્રા.લિ.ના નામે કામ કરે છે. તેના 80 ટકા શેર માઇકલ અને માર્ક પાસે છે. 12 લાખ રોકાણકારોએ પૈસા રોક્યા છે. જોકે પોલીસ પાસે હજું 5 લાખ લોકોની વિગતો મળી છે.

લોકોને એવી ખોટી ખાતરી આપવામાં આવી છે કે, તેમની સેલેરી પણ કંપનીઓના સીઇઓ જેટલી થઇ જશે. આ ચક્કરમાં લોકો રોકાણ કરતા હતા. આ નેટવર્કમાં કોસ્મેટિક અને અન્ય વસ્તુઓ પણ વેચવામાં આવે છે. માર્કનું નામ ફિલ્મોમાં પણ બી ગ્રેડની અભિનેત્રી સાથે જોડવામાં આવે છે. મલાડની એક જમીન પચાવી પાડવાનો આરોપ છે. એ જમીન આ વ્યક્તિએ માઇકલના પિતા પાસેથી ખરીદી હતી અને આ પ્રકરણમાં એફઆઇઆર નોંધવામાં આવી છે. ડાયરેક્ટ સેલિંગ પ્રાઈવેટ લિમિટેડ ક્યુ આઈગ્રુપ ઈન ઈન્ડિયાની ફ્રેન્ચાઈઝી કંપની છે જે ભારતમાં ક્યૂ નેટ બ્રાન્ડના નામે વેચાણ કરે છે. પોલીસે આ મામલામાં સંડોવાયેલા અનેક લોકોની તાજેતરમાં ધરપકડ પણ કરી હતી.

શાહરૂખ ખાન, અનિલ કપૂર, ક્રિકેટર યુવરાજસિંહ, બોમન ઈરાની અને જેકી શ્રાેફ જેવા ટોચના ફિલ્મી કલાકારો સહિત અંદાજે 500 લોકોને વોટ્સએપ નંબર પર નોટિસ ફટકારી ક્યુનેટ અને વિહાન ડાયરેક્ટ સેલિંગ કંપની દ્વારા તેમને કરવામાં આવેલા ચૂકવણાની માહિતી માગવામાં આવી છે.

રવિવાર અને બુધવાર એમ ભારતના શહેરોમાં 2થી 3 હજાર લોકોને બોલાવીને બોમન ઈરાની, શાહરુખ ખાન અને અનિલ કપૂર જેવા લોકોના ફોટો અને વીડિયો બતાવીને કહેવામાં આવતું કે તેમનો ધંધો બરાબર છે. જોકે, કંપનીનો અસલી હેતુ મની લોન્ડ્રિંગનો છે.

QNet હોંગકોંગની માર્કેટિંગ કંપની છે. તે વિહાન સેલિંગ ફ્રેન્ચાઈઝ હેઠળ ભારતમાં ગેરકાયદે કામ કરી રહી છે, જાન્યુઆરીમાં સાઈદરાબાદ પોલીસે 58 લોકોની ધરપકડ કરી હતી. આ તમામ પર આરોપ હતા કે તેઓ ગેરકાયદેસર રીતે ચાલતી આ કંપની માટે લોકોને છેતરે છે.

QNet કંપની હેલ્થ વેલનેસ, જવેલરી અને આ પ્રકારની અન્ય પ્રોડક્ટ્સ વેચવાના નામે લોકો પાસેથી પૈસા લે છે અને પછી તેમને વધુ લોકોને સાથે જોડવા માટે કહે છે. આ તમામ નકલી વસ્તુ હતી. માત્ર બિઝનેસ પ્લાન બતાવવામાં આવતો હતો.

ચાર વાર વિશ્વ બિલિયર્ડ ચેમ્પિયનશિપ જીતનાર આ વ્યક્તિએ દાદાગીરી કરીને પદ્મભૂષણ મેળવ્યો હતો. 1973ની વિશ્વ બિલિયર્ડનો રેર્કોડ તોડી નાખ્યો એટલે તેમને ‘બોમ્બે ટાઇગર’ના નામે લોકો બોલાવવા લાગ્યા હતા.