ફેફસામાંથી પ્રોટીન કાઢવાનું ગુજરાતમાં પ્રથમ સર્જરી જામનગરમાં  

ફેફસામાં એકઠા થયેલા પ્રોટીનને બહાર કાઢવાની સર્જરી જામનગરના જીજી હોસ્પિટલના તબીબોએ કરી છે. ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ સર્જરી છે. પ્લમોનરી અલવેઓર પ્રોટેઇનોસીસ નામની બીમારી માં ફેફસાની વ્હોલ લંગ લેવેજ નામની સારવાર આપવામાં આવી હતી.

ફેફસામાં પ્રોટીનના કારણે શ્વાસમાં તકલીફ રહે છે. ફેફસામાં સલાઈન નાંખીને ફેફસા સાફ કરવામાં આવે છે. આ સિવાયની બીજી કોઈ સારવાર શકય નથી. અગાઉ પણ ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં પ્રથમ વખત જામનગરમાં સારવાર થઇ હતી. હવે બીજી વાર ફરી ડો. ઈવા ચેટરજી અને એનેસ્થેસીયોલોજી વિભાગના ડો. નીપા નાયક અને ડો. જયદેવ દવેની ટીમે આ સારવાર કરી હતી. રાજકોટ કે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં આ રોગની સારવારના અઢી લાખ ખર્ચવા પડે છે.