અમદાવાદ મહાનગર પાલિકાના ફ્લાવર શોમાં ૧૪ જાન્યુઆરી સુધી ૪.૬૭ લાખ ટિકિટોના વેચાણ થયા છે, ર૦૧૯માં ૩.રપ લાખ ટિકીટોનું વેચાણ થયું હતું. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે બમણી આવક થઈ હતી. ર૦ર૦ના ફલાવર શો માં ચાલુ દિવસે રૂ.ર૦ અને શનિ- રવિવારે રૂ.પ૦ પ્રવેશ ફી રાખવામાં આવી હોવા છતાં અત્યાર સુધી અંદાજે પ લાખ સહેલાણીઓએ ફલાવર શો ની મુલાકાત લીધી હતી.
ચાલુ વર્ષે ફલાવર શોની ટિકિટના દર બમણા કર્યાં હોવા છતાં ભારે ધસારો જાવા મળી રહ્યો .છે અગાઉના વર્ષોમાં વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવતો હતો તેમ છતાં ફલાવર શો માં બે થી અઢી લાખ સહેલાણીઓ આવતા હતા.
તા.૪ થી ૧૯ જાન્યુઆરી સુધી ફલવાર શો છે. ઉત્તરાયણના દિવસે લગભગ પ૦ હજાર સહેલાણીઓએ ફલાવર શો ની મુલાકાત લીધી હતી, આગળના દિવસે પ૬ હજાર કરતા વધુ સહેલાણીઓ આવ્યા હતા.
રવિવારે સવારે ૭ થી મોડી રાત્રે ૧૧.૦૦ વાગ્યા સુધી ફલાવર શો ચાલુ રાખવામાં આવ્યો હતો તેમ છતાં તે દિવસે ૮પ હજાર ટિકિટોના વેચાણ થયા હતા. ૧૪ જાન્યુઆરી સુધી ૪.૬૭ લાખ ટિકિટોના વેચાણ થયું હતું. સિનીયર સીટીઝન અને ૧ર વર્ષથી નીચેના બાળકોને વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવે છે. ૧૯મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે એ જોતા હજુ ફલાવર શો માં ઘસારો જોવા મળશે.