નર્મદા બંધને બાદ કરવામાં આવે તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં હાલ માત્ર 26.45% પાણી છે. ગયા વર્ષે 5841.18 મિલિયન ક્યુબિક મીટર જળ હતું. હાલ 4168.48 મિલિયન ક્યુબિક મીટર જળ છે. ગુજરાતના 204 જળાશયોમાં સરેરાશ 34.90% પાણી છે. સરદાર સરોવર બંધમાં 48.98% પાણી છે. 73 બંધમાં પાણી નથી.
ઉત્તર ગુજરાતના 15 બંદોમાં 17.73% પાણી બચ્યું છે. ગયા વર્ષે 674.51 મિલિયન ક્યુબિક મીટર જળસ્તર હતું જ્યારે આ વખતે 340.91 મિલિયન ક્યુબિક મીટર જળસ્તર છે.
કચ્છના 20 બંધોમાં 15.40%, સૌરાષ્ટ્રના 138 બંધમાં 13.25% પાણી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં ગત વર્ષે 607.89 મિલિયન ક્યુબિક મીટર જળસ્તર હતું અને જે આ વખતે 335.78 મિલિયન ક્યુબિક મીટર પાણી છે.
મહિસાગર જિલ્લાના વણાકબોરી (80.87%), કચ્છના ટપ્પર (80.22%), કચ્છના ફતેહગઢ (72.04%), ભરૃચના ઢોલી (71.07%), ગીર સોમનાથના હિરણ-1 (70.28%) જ એવા જળાશયો છે, જ્યાં 70%થી વધુ જળસ્તર છે.