બેંક લોકર અંગે રીઝર્વ બેંક ઈન્ડિયાએ બેંકોને કેટલાક અધિકારો આપ્યા છે. હવે લાંબા સમય સુધી લોકર ન ખોલવા પર બેંકને તેને ખોલવાનો અધિકાર રહેશે. લાવારિસ લોકરોની વધતી સંખ્યાને જાઈને બેંક તેની માંગને લાંબા સમયથી કરી રહ્યા હતાં. એકલા કાનપુરમાં જ 5700થી વધુ લોકરો વિવિધ બેંક શાખાઓમાં વર્ષાેથી બંધ છે.
ગ્રાહકો માટે વર્ષમાં ઓછામાં ઓછા એક વાર બેંક લોકર ખોલવાનું જરૂરી કરી દીધું છે. આવું નહિં તો બેંક તેને ખોલી શકે છે. જોઈ શકે છે તેમાં શું રાખવામાં આવ્યું છે.
નોટિસ મોકલશે. બેંક લોકર ખોલવામાં આવે અથવા તે બંધ કરવામાં આવે. ત્રણ વર્ષથી વધુ સમય સુધી લોકર ન ખોલતા ગ્રાહકોની યાદી રખાશે અને તપાસ બાદ કાયદાકીય પ્રક્રિયા બાદ જ લોકર ખોલવાની સંમતિ અપાશે.
ત્રણ શ્રેણીમાંથી બેંકોની પાસે તે લોકર ખોલવાનો અધિકારો રહેશે. લોકરમાં રાખવામાં આવેલી વસ્તુઓની કોઈ જવાબદારી લેશે નહિં.