અમદાવાદ : ગુજરાતની સૌથી મોટી સરકારી આયુર્વેદ હૉસ્પિટલ-અખંડાનંદનું નવીનીકરણ થશે
ગુજરાતની સૌથી મોટી પંચાવન વર્ષ જૂની સરકારી આયુર્વેદ હૉસ્પિટલ (અખંડાનંદ)નું આગામી સમયમાં જર્જરીત ઈમારતનું નવીનીકરણ કરવામાં આવશે. હૉસ્પિટલના દર્દીઓ અને સરકારી અખંડાનંદ આયુર્વેદ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓની રજૂઆતના પગલે નક્કી કરાયું હતું.
આયુર્વેદ હૉસ્પિટલના પંચકર્મ,ઓપીડી,થેલેસેમિયા ક્લિનિક જેવા વિવિધ વિભાગો છે.
અમદાવાદના ભદ્ર વિસ્તારમાં સાંસ્કૃતિક વારસો ધરાવતી મહત્વપૂર્ણ ઈમારતો હોવાથી આર્કિયોલોજીકલ સર્વે ઑફ ઈન્ડિયાનો પણ અભિપ્રાય લેવામાં આવશે.
શાહીબાગ ખાતે આવેલ મણિબહેન આયુર્વેદ હૉસ્પિટલમાં આરોગ્ય વિભાગ તરફથી જરૂરી સગવડો પૂરી પાડવામા આવશે. સરકારી નર્સિંગ સ્ટાફ તરફથી મળેલ રજૂઆતને ધ્યાને લઈ તેમને મળતા યુનિફોર્મ ભથ્થામાં વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. તેમ નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલે મુલાકાત લઈને કહ્યું હતું.
પાર્કિંગ અને ઓડિટોરિયમની ખરાબ હાલત છે.
ચરકસંહિતાની 5 હજાર વર્ષ જૂની પદ્ધતિ મુજબ રક્તબસ્તી નામે ઓળખાતી થેલેસેમિયાના દર્દીઓને એનીમા દ્વારા બકરાનું લોહી ચઢાવવામાં આવે છે. દર્દીઓના આયુષ્યમાં સરેરાશ 10 વર્ષનો વધારો થાય છે. ગુજરાતમાં મળેલી સફળતા બાદ અન્ય રાજ્યોમાં પણ અમલ થશે. અમદાવાદમાં થેલેસેમિયાના 219 દર્દીઓ નિયમિતપણે રક્તબસ્તી લે છે.
ડૉ.અતુલ ભાવસારે 2010માં રક્તબસ્તીની શરૂઆત કરી હતી. આ માટે જમાલપુર સ્થિતિ મ્યુનિસિપલ કોર્પોરેશન માન્ય કતલખાનામાંથી બકરાનું લોહી મેળવવામાં આવે છે. ડીમાન્ડ વધતી જતાં ગુજરાત સરકારે રાજયમાં અન્ય ચાર સેન્ટરો જૂનાગઢ, વડોદરા, ભાવનગર તથા અમદાવાદમાં જ અસારવાની મણિબેન હોસ્પિટલમાં શરૂ કર્યા હતા.
દર્દીનો બોનમેરો મજબુત થાય એ માટે બકરાના હાડકામાંથી મેળવાયેલા બોનમેરોમાં ઔષધિ તથા ગાયનું ઘી મિશ્ર કરીને દર્દીને અપાય છે. તેનાથી રક્તકણો ઝડપથી બને છે.
રબરની પાઇપ દ્વારા લોહીને આંતરડા સુધી પહોંચાડવામાં આવે છે. આ પ્રક્રિયામાં 15 મીનિટ જેટલો સમય લાગે છે. ખોરાકની જેમ લોહી પ્રક્રિયા થઇ પચી જાય છે. તેમાંથી લોહી બને છે જેમાં હિમોગ્લોબીન વધારે હોય છે.
દર્દીઓ વેબસાઇટમાં જોઇ આવે છે,વિનામૂલ્યે થાય છે ગુજરાત બહારથી પણ દર્દીઓ આવે છે.
રાજ્યની પાંચ સરકારી આયુર્વેદ કોલેજોમાં 300 બેઠકો મંજૂર કરવામાં આવી છે. જેમાં અમદાવાદની અખંડાનંદ સરકારી આયુર્વેદ કોલેજ, વડોદરાની સરકારી આયુર્વેદ કોલેજ, ભાવનગરની સરકારી આયુર્વેદ કોલેજ, જૂનાગઢની સરકારી આયુર્વેદ કોલેજ તથા ગાંધીનગરમાં કોલવડા સ્થિત સરકારી આયુર્વેદ કોલેજનો સમાવેશ થાય છે. આ તમામ કોલેજોમાં ૬૦-૬૦ બેઠકો મળી કુલ ૩૦૦ બેઠકો મંજૂર કરવામાં આવી છે
17માંથી 11ને મંજૂરી
આયુર્વેદની કુલ 17માંથી 11 કોલેજોની 740 બેઠકોની મંજૂરી મળી ચૂકી છે. અખંડઆદાનંદ, વડોદરા અને કોલવાડા સહિતની સરકારી આયુર્વેદિક કોલેજોની મંજૂરી અટવાતી રહે છે.
તમામ આયુર્વેદ કોલેજોએ દરવર્ષે કાઉન્સિલની મંજૂરી લેવાની હોય છે. જેમાં2 સરકારી, 2 ગ્રાન્ટેડ અને 7 સ્વનિર્ભર કોલેજ છે. કાઉન્સિલ દ્વારા સાવલી અને કલોલમાં બે સ્વનિર્ભર આયુર્વેદ કોલેજને 60 બેઠકો સાથે મંજૂરી આપી દેવામાં આવી છે.
12 નવી કોલેજ
12 જિલ્લામાં નવી આયુર્વેદિક હોસ્પિટલ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. સુરેન્દ્રનગર પહેલી શરૂ કરી હતી, હાલ 36 સરકારી આયુર્વેદિક હોસ્પિટલો છે. વર્ષે 2.70 લાખ દર્દીઓ આવે છે. 12 જિલ્લા એવા છે કે, જ્યાં એક પણ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ નથી. 12 જિલ્લામાં તાપી, સુરત, મહેસાણા, પાલનપુર, લુણાવાડા, મોડાસા, ગીર, સોમનાથ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, બોટાદ, ખેડા અને આણંદનો સમાવેશ થાય છે. દરેક હોસ્પિટલમાં 50 પથારીની સુવિધા રહેશે.