બગસરા શહેરમાં હાલ ભારે વરસાદ પછી ચારેકોર મચ્છરજન્ય રોગચાળો ફેલાયેલો છે. જે અન્વયે જિલ્લા આરોગ્ય તેમજ તાલુકા હેલ્થ કચેરી દ્વારા રોગચાળાને કાબૂ કરવા માટે તારીખ 19 થી ૨૦ ઓક્ટોબર બે દિવસ શહેરમાં ૮૨ ટીમો દ્વારા સરવ કરવામાં આવ્યુ હતું. અમરેલી જીલ્લાના બગસરા શહેરમાં સતત વરસાદ રહેલા ભારે વરસાદ પછી મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે હાલ અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારી ના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી બગસરા અને આરોગ્ય અધિકારી સહિતની ટીમ રોગચાળો ડામવાના પગલાં લેવા સજજ બન્યાં છે. હાલ રોગચાળો ફાટી ફાટી નીકળ્યો છે તેને પહોંચી વળવા અથાત પ્રયત્નો કરીને તારીખ 19 થી ૨૦ ઓક્ટોબર એમ બે દિવસ દરમ્યાન કુલ ૮૨ ટીમ દ્વારા બગસરા શહેર નું સર્વે કરવામાં આવેલ છે ત્યારે આ સરવે અંગે જીલ્લા મેલેરીયા સુપરવાઈઝરે રાજયગુરુએ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા ઘરેઘરે ફરીને સરવેની કામગીરી કરવામાં આવી હતી. તેમણે જ્યાં જણાય ત્યાં મચ્છરોના ઉપદ્રવ ન થાય તે માટે લોકોને સૂચના આપવમાં આવી હતી. ખાસ કરીને પાણી ન ભરાઇ રહે , કચરાનો નિકાલ, મચ્છરનો ઉપદ્રવ ન થાય તે માટેનું ધ્યાન રાખવા જણાવાયું હતું. આ ઉપરાંત ઘરમાં મચ્છરદાનીનો ઉપયોગ કરવા પણ કહેવાયું હતું.
ત્યારે હાલ છેલ્લા બે દિવસમાં કુલ 38 97 ઘર તથા 15803 ની વસ્તી સર્વે કરવામાં આવી હતી તેમજ કુલ 19707 પાણી ભરેલા પાણીના ટાંકા કુંડીઓ સહિત તપાસીવામાં આવ્યાં હતાં. જેમાંથી ૪૨૫ પાત્રો પોઝિટિવ મળેલા છે ત્યારે હાલ ૭૭૦ પોઝિટિવ પાત્રો નો નાશ કરેલ અને ૮૧૭ જેટલા પાણી ના ટાંકા કુંડીઓ માં કેરોસીન નાખીને તેમાં રહેલા મચ્છરના પુરાનો નાશ કરવામાં આવેલો હતો. આ દરમિયાન કુલ 133 ઘરોમાં બે દિવસમાં ફોગીગ કાર્ય પણ હાથ ધરવામાં આવેલ જાહેર જગ્યામાં રહેલા 11 પાણી ભરેલા ખાડાઓમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો . આ સરવેનીક કામગીરી અન્ય બે દિવસ કરવામાં આવશે.