બગસરા નગરપાલિકાની નવી કચેરી બનશે

બગસરા નગરપાલિકા દ્વારા ભુતનાથ મહાદેવ મંદિરથી કુકાવાવ નાકા સુધીના રૂા.4પ લાખના ખર્ચે બનેલા ડામર રોડનું અને રૂા.67 લાખના ખર્ચે બનેલ અટલજી રમત-ગમત સંકુલનું લોકાર્પણ કર્યુ હતું. આ ઉપરાંત રૂ. એક કરોડના ખર્ચે તૈયાર થનાર બગસરાનગરપાલિકાના બિલ્‍ડીંગનું પણ કૃષિ મંત્રી ફળદુના હસ્‍તે ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. ત્રિવિધ કાર્યક્રમ પ્રસંગે મંત્રી ફળદુએ જણાવ્‍યુ હતુ કે, લોકોની સુખાકારી માટે રાજય સરકાર સતત પ્રયત્‍ન શીલ છે. આથી ગામડાઓ અને શહેરઓમાં માળખાકિય સુવિધામાં વધારો કરવા જરૂરી અનુદાન ફાળવે છે. જેના પરિણામે નાના શહેરોમાં લોકોપયોગી એવા રોડ-રસ્‍તાટ, ભૂગર્ભ ગટર, રમત-ગમતના સંકુલો બનાવવા સહિત નવા સેવાસદનના નિર્માણના કાર્ય થઈ રહ્યા છે. કાર્યક્રમમાં ભાજપા પ્રમુખ હિરેનભાઈ હિરપરા સહિતના આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. જેમાં રાજય સરકારની વિવિધ યોજનાઓની વિસ્‍તૃનત માહિતી આપી હતી અને જન સુખાકારીના કાર્યોમાં મળી રહેલ રાજય સરકારના સહકારની સરાહના કરી હતી. આ પ્રસંગે સ્‍વચ્‍છતા અભિયાનમાં અનેક સંસ્‍થાઓ દ્વારા ફંડ અર્પણ કરવામાં આવ્‍યું હતું જેમાં બગસરા શરાફી સહકારી મંડળી લી. દ્વારા રૂા.પ1000, દેનાબેન્‍ક બગસરા બ્રાન્‍ચ તરફથી રૂા.41000, ખેત ઉત્‍પન્ન બજાર સમિતિએ રૂા.ર1000, બગસરા નાગરિક સહકારી બેંક દ્વારા રૂા.ર1000, સમર્થ શરાફી સહકારી મંડળી લી.દ્વારા રૂા.11000, સ્‍વસ્‍તિક શરાફી સહકારી મંડળી લી. દ્વારા રૂા.11000, સફાઈ કામદાર સહકારી મંડળી લી. તરફથી રૂા.11000નો ફાળો આપવામાં આવ્‍યો હતો. કાર્યક્રમમાં મેઘાણી હાઈસ્‍કૂલનાનેશનલ વોલીબોલ વિજેતા ખેલાડીઓ, ટેનિસ ખેલાડી કુંભાર હિના અનિલભાઈ, કેલૈયા તુલસી કિરીટભાઈ, ચેહાણ ઋષિતાં દિનેશભાઇ, ક્‍યાડા અર્ચના કમલેશભાઈ, ક્‍યાડા જાગૃતિ કિશોરભાઈ તેમજ રાષ્ટ્રકક્ષાએ લોકગીતના શ્રેષ્ઠ વિજેતા બોરડ માનસી ભરતભાઈનું સન્‍માન કરાયું હતું. આ પ્રસંગે પૂર્વ કૃષિ મંત્રી વઘાસીયા, ભાજપા અગ્રણીઓ કૌશિક વેકરીયા, રશ્વિનભાઈ ડોડીયા, નગરપાલિકા પ્રમુખ ચંપાબેન બઢીયા સહિત નગરપાલિકા, માર્કેટ યાર્ડના પદાધિકારીઓ અને બહોળી સંખ્‍યામાં શહેરીજનો ઉપસ્‍થિત રહ્યા હતા.