બગસરા,તા.12
અમરેલીના બગસરા પંથકમાં છેલ્લા ઘણા સમયથી પડી રહેલા વરસાદ પછી રોગચાળાએ સમગ્ર જીલ્લામા તાવ શરદી ઉધરસ ડેંગ્યુ જેવા અસંખ્ય રોગોએ ભરડો લીધો છે. બગસરા અને આસપાસના ગામડાઓના અનેક દર્દીઓનો ધસારો બગસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સતત વધી રહ્યો છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ યોગ્ય વ્યવસ્થા છે કે નહીં અને તંત્ર કેટલું સતર્ક છે તેની પણ તકેદારી સ્થાનિક અધિકારીઓ અને પદાધિકારીઓ રાખી રહ્યાં છે. તંત્ર દ્વારા ડોક્ટરોને હાલ ડેન્ગ્યુ મેલરીયા તેમજ શરદી-ઉધરસ જેવા રોગો બાબતે સમયસર અને યોગ્ય સારવાર આપવા તાકિદ કરી હતી. સરકારી આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની સંખ્યા વધતા સામૂહિક આોરોગ્ય કેન્દ્ર દ્વારા વધુ દવાની માગણી કરવામાં આવી હતી જેને આરોગ્ય વિભાગે તાત્કાલિક પૂર્ણ કરી હોવાની જાણકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.સાવલિયા એ જણાવ્યું હતું.