જૂનાગઢઃ એક તરફ નવી મગફળીની આવકની તૈયારી થઈ રહી છે, ત્યારે અગાઉની મગફળી જ સરકારી ગોડાઉનમાં સડી રહી હોવાની સરકારને રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મગફળીમાં ઢેફાં સાથેની મગફળી અંગે બૂમરાણ મચ્યા બાદ ગોડાઉનમાં મગફળીનો મોટો જથ્થો સડી રહ્યો છે. તેવામાં જૂની મગફળીના નિકાલ અંગે અને નવી મગફળી ખરીદ કરી ક્યાં રાખવામાં આવશે તે યક્ષપ્રશ્ન ખેડૂતો અને સ્થાનિકોને સતાવી રહ્યો છે.