બજેટ વિકાસના નવા આયામો સર કરવા માટેનો રોડમેપ – વાઘાણી

ગુજરાત સરકારના અંદાજપત્રને આવકારતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે,

બજેટથી ગુજરાતના યુવાનો, મહિલાઓ, ખેડૂતો, પશુપાલકો, ઉદ્યમીઓને આગામી સમયમાં અનેક ફાયદાઓ થવા જઈ રહ્યા છે. સરકારે સિંચાઈ માટેની સુવિધાઓ, વિના વ્યાજે પાક ધિરાણ, પાક વીમો, બિયારણ, ખેત ઓજારો અને ખાતરની ખરીદીમાં સહાય, પાક-ઉત્પાદનોની ટેકાના ભાવે ખરીદી જેવી અનેક ખેડૂતલક્ષી યોજના અમલમાં મૂકી છે.

રાજ્યમાં વિદ્યાર્થીઓના ભાવિને ઉજ્જવળ બનાવવાના હેતુસર  શિક્ષણ ક્ષેત્રે બજેટમાં કુલ રૂ. ૩૧,૯પપ કરોડની જોગવાઇ કરવામાં આવી છે તે પ્રશંશનીય છે.

ફળફળાદી-શાકભાજી વેચતા ફેરીયાઓ, બાંધકામ મજૂરો, સ્વચ્છતા અભિયાનમાં અતિ મહત્વપૂર્ણ ભાગ ભજવતા કચરો વિણતા શ્રમજીવીઓ માટે પણ યોજનાઓ છે. જે સરકારની સામાન્ય નાગરિક પ્રત્યેની સંવેદનાના દર્શન કરાવે છે. પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ માટે પણ આજે અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. રોડની સાઈડમાં ખુલ્લી જગ્યામાં ઊભા રહી ફળફળાદી અને શાકભાજી વગેરેનું વેચાણ કરતા હજારો લારીવાળા ભાઈ-બહેનોને ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ આપવા માટે તથા તેમની લારીઓમાં રાખવામાં આવતા ફળો અને શાકભાજી વગેરે બગડી ન જાય તે માટે તેઓની મોટી સાઇઝની છત્રીઓ આપવાનો નિર્ણય સરાહનીય છે. પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ માટે પણ આજે અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. તમામ જ્ઞાતિજાતી-વર્ગસમુહ-સમાજના યુવાઓ, મહિલાઓ માટે કોઈ ને કોઈ વિકાસલક્ષી યોજના આજના બજેટ માં છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૮,૭૫૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાતની ભાજપા સરકારનું આ બજેટ વિકાસના નવા આયામો સર કરવા માટેનો રોડમેપ બની રહેશે.