પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર સંસદના આગામી બજેટ સત્રમાં તમામ મુદ્દા અંગે ચર્ચા કરવા માટે ખુલ્લુ મન ધરાવે છે.
તેમણે કહ્યું કે હાલમાં વિશ્વની જે પરિસ્થિતિ છે તેમાંથી દેશ વધુ ફાયદો મેળવી શકે તે માટે આર્થિક મુદ્દાઓ ઉપર વધુ ધ્યાન અપાશે
તેમણે કહ્યું કે સંસદની ઉત્પાદકતા વધે તે દરેક સભ્યની જવાબદારી છે.
નવી દિલ્હી, 30-01-2020
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યુ હતું કે સરકાર સંસદના આગામી બજેટસત્રમાં તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવા તૈયાર છે. તા. 31મી જાન્યુઆરી, 2020ના રોજ શરૂ થઈ રહેલા સંસદના બજેટસત્રની પૂર્વ સંધ્યાએ સર્વ પક્ષી બેઠકને તેઓ સંબોધન કરી રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ દેશમાં પ્રવર્તમાન આર્થિક પરિસ્થિતિ અંગે તેમના પ્રવચનના અંત ભાગમાં જણાવ્યું હતું કે આ સત્રમાં સભ્યો તરફથી મળેલા ધ્યાનમાં લઈ શકાય એવા તમામ સૂચનોને આવકારે છે.
તેમણે કહ્યું કે “ મોટા ભાગના સભ્યોએ દેશની આર્થિક સ્થિતિને સ્પર્શતા મુદ્દાઓ અંગે ચર્ચાની માગણી કરી છે. હું આ વલણને આવકારૂ છું અને તમે સૌએ સૂચન કર્યું છે તે મુજબ આપણે આર્થિક મુદ્દાઓની ચર્ચા કરવી જોઈએ.”
પ્રધાનમંત્રીએ સભ્યોને અનુરોધ કર્યો હતો કે દેશ વિશ્વની હાલની સ્થિતિમાંથી કઈ રીતે ફાયદો મેળવી શકે તે બાબતે સભ્યો સૂચન આપે.
તેમણે કહ્યું કે “આપણે વિશ્વની હાલની પરિસ્થિતિને ભારતની તરફેણમાં કઈ રીતે પલટી દઈ શકીએ તે બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવુ જોઈએ. અને આ બજેટ સત્રમાં અને નવા વર્ષના પ્રારંભ પ્રસંગે આપણે જો દેશના અર્થતંત્રને યોગ્ય દિશા આપી શકીશું તો તે દેશના ઉત્તમ હિતમાં હશે.”
સભ્યોએ ઉઠાવેલા અન્ય મુદ્દાઓના સંદર્ભમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “હું તમે ઉઠાવેલા તમામ મુદ્દા સાથે સંમત થાઉં છું અને હું એવુ કહેવા માગુ છું કે આવા તમામ મુદ્દા બાબતે ખુલ્લા મને ચર્ચા કરવી જોઈએ.