વધતા જતા અસામાન્ય વરસાદને કારણે બટાકાના ઉત્પાદનમાં ઘટાડો થવાનો અંદાજ છે. સતત બે વર્ષમાં ઘટાડો થયા પછી પશ્રિમ બંગાળ ખાતે બટાકાના ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે. ચાલુ મહિનાની શરૃઆતથી અત્યાર સુધીમાં બંગાળમાં બટાકાના ભાવમાં 51 ટકાનો ઉછાળો આવ્યો છે. માર્ચના અંતિમ સપ્તાહમાં અત્યારે બટાકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃ.પર૦થી પ૩૦ની વચ્ચે બોલાઈ રહ્યા છે જ્યારે અગાઉના સપ્તાહમાં બટાકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃ.૩પ૦ બોલાતા હતાં. ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચના શરૃઆતમાં અતિશય વરસાદને કારણે ઉત્પાદનમાં ઘટાડો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે જેના લીધે હાલ ભાવમાં તેજી જોવા મળી રહી છે. ચાલુ વર્ષે રાજ્યની અંદર વાવેતરમાં ૩થી ૪ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. વાવેતરના સમય અનુકુળ હવામાનને કારણે ઉત્પાદકતામાં ૧પથી ર૦ ટકાનો વધારો થવાનો અંદાજ હતો. વાવેતરના સમયે ઉત્પાદન ૧પ ટકા વધીને ૧ર૦ લાખ ટન થવાની અપેક્ષા હતી . જો કે, લણણીના થોડાક સમયે પહેલા અસામાન્ય વરસાદ પડવાને કારણ પાક ઉપર પ્રતિકૂળ અસર થઈ છે અને હવે ઉત્પાદનમાં ઘટાડો થવાની ધારણા છે. અસામાન્ય વરસાદ પછી રાજ્યમાં ૧૦પ લાખ ટન બટાકાનું ઉત્પાદન થાય એવી અપેક્ષા છે જ્યારે અગાઉ ૧ર૦ લાખ ટન થવાનો અંદાજ હતો. જો કે, ગત વર્ષે રાજ્યમાં ૧૦૦ લાખ ટન બટાકાનું ઉત્પાદન થયુ હતું. સારી ગુણવત્તાના બટાકા બિહાર અને જારખંડ જેવા પાડોશી રાજ્યોમાં મેકલવવામાં આવે છે અત્યારે સ્થિર માગને કારણે ભાવમાં વધારો થઈ રહ્યો છે. પશ્રિમ બાંગળની સરકારે ખેડુતો પાસેથી પ્રતિ ક્વિન્ટલ રૃ.પપ૦ના ભાવે ૧૦ લાખ ટન બટાકાની પ્રાપ્તિ કરવાનો લક્ષ્ય રાખ્યો છે. જેથી સરકારે માર્ચના પ્રથમ સપ્તાહની બટાકાની પ્રાપ્તિ શરૃ કરી હતી જે ૧૭ માર્ચ સુધી ચાલી હતી. ર૦૧૭માં બટાકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃ.રર૦થી ર૪૦ની વચ્ચે બોલાતા હતાં. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન બટાકાની લણણી કરવામાં આવે છે. ર૦૧૮માં બટાકાના ઉત્પાદનમાં નવ ટકાનો ઘટાડો થયો હતો. મોટાભાગના ખેડુતો અને વેપારીઓ ઓછા ઉત્પાદનને કારણે ભાવ વધતા બટાકાનો સ્ટોક ઉભો કર્યો હતો જેના કારણે ભાવમાં વધારે તેજી જોવા મળી હતી.