બટાટા બરફીની નવી શોધ ભેળસેળ ઓછી કરશે

મીઠાઈમાં બરફી સૌથી વધું ખવાય છે. હાલની બરફી દૂધ, માવો, ફ્લેવરથી તૈયાર કરાય છે. જેમાં દૂધ, દૂધી, ગાજર, ફળ, બેસનથી બનતી બરફી કરતાં અલગ રીતે તાજા બટાટાની બરફી બનાવવાની ટેકનિક તૈયાર કરી છે. દૂધની બરફી પચવી ભારે પડે છે. પણ બટાટાની બરફી સરળતાથી પચી જાય છે. બટાટાની બરફી 20 દિવસ સુધી બગડતી નથી. ઓછી ચરબી વાળી બરફી તૈયાર થતી હોવાથી તેનો ઉપયોગ સારી રીતે કરી શકાય છે.

દૂધમાંથી બનતી બરફી બનાવટી વેચાઈ રહી છે. તેના સ્થાને બટાટાની બરફી બનાવવાની નવી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. જે ક્રાંતિ લાવી શકે તેવી ક્ષમતા ધરાવે છે.

દૂધની બરફી કેવી છે બનાવટી

48 રૂપિયે કિલોની મીઠાઈ 500 રૂપિયે વેચાય છે

48 રૂપિયે કિલોના ભાવે વેપારીઓ આ ટેલકમ પાવડરમાંથી બનાવેલો માવો લઈ જાય છે અને તેઓ તેમાંથી મીઠાઈ બનાવીને રૂ. 300થી 500ના કિલોના ભાવે વેચે છે. 2004થી આ રેકેટ ચાલતું હતું. પણ સરકાર કે ખોરાક કમિશનરના ધ્યાને જ આ વાત ન આવી તે જ બતાવે છે કે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઈન્સ્પેકટર ઉપરાંત કેટલાંક ઉચ્ચ અધિકારીઓની મીઠી નજર આ મીઠી મીઠાઈ બનાવનારાઓ ઉપર હતી.

સફેદ ઝેરના રૂપમાં બરફી

અત્યારે સ્પેશિયલ કે મીઠી બરફીનું ઉત્પાદન કરતાં એકમોમાંથી કેટલાક પાસે હેલ્થના લાઈસન્સ (એફએસએસઆઈના) પણ ન હોવાનું જાણવા મળ્યું છે. પ્રોપરાઈટરી ફૂડના નામે મેળવે છે અને પ્રોપરાઈટરી ફૂડની કોઈ ચોક્કસ વ્યાખ્યા ક્યાંય પણ દર્શાવવામાં નથી આવી. એફએસએસઆઈમાં તેના કોઈ સ્ટાન્ડર્ડ ન હોવાથી આ પ્રકારના ફૂડ મંજૂર કરાવીને બજારમાં મૂકી દે છે. તેમના આ પ્રોપરાઈટરી ફૂડમાં ખાંડ કે સાકર હોવા છતાંય કીડી પણ તે ખાતી નથી. લેબોરેટરીમાં માત્ર ખાંડ અને કલરની જ ચકાસણી કરવામાં આવે છે. દૂધ આર.એમ. વેલ્યુ 24થી 28ના બદલે 0.2થી 0.6ની આવી રહી છે. જે દર્શાવે છે કે તેમાં દૂધ નથી.