તા.11/1/ર019 ના રોજ અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા ધારી ટાઉનમાં લાઈબ્રેરી રોડ ઉપર કલાલ વાડામાં નસીત પેટ્રોલીંગ નજીક વોચ ગોઠવી (1) ધર્મેન્દ્ર પ્રફુલ્લચંદ્ર ત્રિવેદી, તથા વિક્રમસિંહ કેસરસિંહ પરમારને જુદા-જુદા દરની બનાવટી ભારતીય ચલણી નોટો નંગ-610, રૂા. ર,ર1,રર0 ની કિંમતની બનાવટી ચલણી નોટો તથા મોબાઈલ ફોન નંગ-ર, કિં.રૂા. 3000 તથા મારૂતિ સુઝુકી ઈકો ફોર વ્હીલ રજી.નં. જી.જે.11, – બીએચ-3640, કિં. રૂા. ર,પ0,000 તથા રેકઝીનનો થેલો -1, કિં. રૂા.00 મળી કુલ કિં. રૂા. ર,પ3,000ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવેલ. જે અંગે ધારી પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.નં.03/ર019, ઈ.પી.કો. કલમ – 489(બી), 489(સી), 1ર0(બી), 34 મુજબનો ગુન્હો રજી. થયેલ જે ગુન્હાની તપાસ અમરેલી એસ.ઓ.જી. પો.સ.ઈ.આર.કે.કરમટા આ ગુન્હામાં અન્ય બે આરોપીઓની (1) રવિરાજ હંસરાજભાઈ મકવાણા, (ઉ.વ.ર3) રહે.પ્રભાતપુર, તા.જી.જુનાગઢ, (ર) જતીન ઉર્ફે જગો છગનભાઈ ડોબરીયા (ઉ.વ.30) ધંધો-ખેતી, રહે. પ્રભાતપુર, તા.જી.જુનાગઢ, વાળાઓની ધરપકડ કરી દિન-07 ના પોલીસ રીમાન્ડ ઉપર છે.
વધુ બે આરોપીઓના નામ ખુલવા પામતાં બન્ને અરોપીઓનીએસ.ઓ.જી.ટીમએ ધરપકડ કરેલ છે. (1) ઉમેશકુમાર કાંતીભાઈ સુવાગીયા, (ઉ.વ.ર7), ધંધો-ખેતી, રહે. પ્રભાતપુર (વડાલ) તા.જી.જુનાગઢ, (ર) રમેશ ઉર્ફે દકુ બાવનજીભાઈ ઝાંપડીયા (ઉ.વ.ર3) ધંધો-મજુરી, રહે. પ્રભાતપુર (વડાલ) તા.જી.જુનાગઢ. ઉપરોકત બન્ને આરોપીઓની ગુન્હા સબંધી પુછપરછ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. આમ જાલીનોટનાં ગુન્હામાં આજ દિન સુધીની તપાસમાં કુલ – 06 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.