ગુજરાતમાં જ્યારથી બનાવટી બરફી બનાવવાનું શરુ કરાયું છે ત્યારથી પશુપાલકો અને ડેરીમાંથી માવાની ખપત સાવ ઘટી ગઈ છે. ગુજરાતની સહકારી ડેરીઓ 50 કરોડ ટન ફ્લેવર્ડ દૂધ બનાવે છે પણ માવો તો માત્ર 15 હજાર કિલો જ બનાવી રહી છે. તેની સામે પેંડા તો માત્ર 2500 કિલો બને છે.
ગુજરાતની ડેરીઓ 42 પ્રોડક્ટ બનાવે છે. જેમાં કઈ મહત્વની પ્રોડક્ટનું કેટલું ઉત્પાદન થાય છે તે અંગે ગુજરાતના પશુપાલન વિભાગે કેટલીક વિગતો જાહેર કરી છે. જેમાં સ્પષ્ટ તરી આવે છે કે બનાવટી માવાએ ગુજરાતમાં માવાનું ઉત્પાદન સ્થગિત કરી દીધું છે. ઘી 4 કરોડ કિલો બને છે પણ માવો તો માંડ 15 હજાર કિલો બને છે.
આમ બનાવટી બરફીએ પશુપાલકો માટે આફત ઊભી કરી છે. ગુજરાતમાં રોજની 2 લાખ કિલો મીઠાઈ બનાવટી માવામાંથી બનતી હોવાની શક્યતા છે. જેમાંથી મહારાષ્ટ્રમાં મોકલવામાં આવે છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 53 જેટલા બનાવટી બરફી ઉત્પાદકોને નોટિસ આપી હતી. બરફીમાં દૂધ કે ઘી નહીં પણ દૂધનો પાઉડર અને તેલ નાંખીને મીઠાઈનો માવો બનાવવા આવે છે. જેમાં ટેલકમ પાઉડર જેવા અખાધ્ય પદાર્થ નાંખીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરે છે. ગુજરાતમાં 155 જેટલા જથ્થાબંધ વેપારીઓ છે કે જે દરેક ઉત્પાદક ઓછામાં ઓછી 2 હજાર કિલો તેલનો માવો તૈયાર કરી રહ્યાં છે. રોજની 2થી 3 લાખ કિલો મીઠાઈ બનાવટી મીઠાઈ આરોગી રહ્યાં છે. રૂ.48ની કિલોની મીઠાઈ રૂ.500માં વેચાય છે. ગાંધીનગર જિલ્લાના વલાદ અને જેઠીપુર ગમે આવેલી બરફી બનાવતી ત્રણ ફેક્ટરીમાં તપાસ કરી હતી. સરદારનગરમાં રહેતા સુનિલકુમાર રેવતીપ્રસાદ બધેલે સ્ટેટ ફૂડ લાઈસન્સ મેળવીને જય મા કૈયલાદેવી મિલ્કપ્રોડક્ટ્સમાં મીઠાઈ બનાવવાની શરૂઆત કરી હતી. 4106 કિલો બરફી અને 547 કિગ્રા સફેદ પાઉડર સહિત કુલ 4653 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો હતો
આમ બનાવટી માવો તૈયાર કરીને ગુજરાતની ડીરીઓનો માવો, મીઠાઈ અને પેંડાની ખપત ઓછી કરાવી દઈને પશુપાલકોનો મોટો ફટકો પાડ્યો છે.
વર્ષ 2017-18માં સહકારી ક્ષેત્રે ડેરી પેદાશોની બનાવટ (M.T.)
અનુ મુદ્દો ઉત્પાદન લાખ મે.ટનમાં
ફ્લેવર્ડ દૂધ 4760.46
ઘી 426.00
પ્રોસેસ કરેલો દૂધનો પાવડર 8.53
આખા દૂધનો પાવડર 1.73
માખણ 73.63
અમૂલ સ્પ્રે. 65.30
શ્રીખંડ 35.41
અમૂલ્યા 31.76
દહીં, મસ્તી દહીં 31.83
છાશ 29.05
ચીઝ 24.04
ચીઝ 24.04
ક્રીમ 12.00
પનીર 10.68
સ્વીટ 3.41
અમૂલાઈટ પાવડર 80601 ટન
માવો 14489 ટન
પેંડા 2425 ટન
ચોકલેટ 2590 ટન
ગુજરાતી
English




