લશ્કર પ્રત્યે અદભૂત પ્રેમ રાખતાં આખા ગામનું 15 ઓગસ્ટ 2018ના દિવસે અમદાવાદની જાગૃત જન સંસ્થા તરફથી સન્માનિત કરવામાં આવ્યું હતું.
કેવું છે આ ગામ
સાબરકાંઠા જીલ્લાનાં વિજયનગરનું કોડીયાવાડા ગામમાં 700 ઘરની 2200 લોકોની વસ્તી ધરાવે છે. આ ગામમાં ઘરદીઠ એક થી બે લોકો સેનામાં જોડાઈ એક નવો ચીલો ચાતર્યો છે. જ્યાં હાલ 450 યુવાનો લશ્કરમાં છે. જેમાં 7 નેવી અને એરફોર્સમાં છે. કૂલ 700 લોકો ફોજમાં ભરતી થયા હતા. 250 નિવૃત્ત થઈ ગયા છે. જેમાંના કેટલાંક નિવૃત્તી જીવન વિતાવે છે. 22 વર્ષની જીજ્ઞેશ વાઘજીભાઈ પટેલે દેશ માટે લડતાં શહીદ થયા છે. જીજ્ઞેશ પાંચ વર્ષની છત્તીસગઢ બીજાપુર જિલ્લાના આવાપાલ્લી વિસ્તારમાં ફરજ બજાવતાં હતા. તેઓ માઓવાદીઓના હુમલામાં 9 ઓગસ્ટ 2014માં મૃત્યું થયું હતું. તેની યાદ અપાવતી ખાંભી ગામમાં છે. જીગ્નેશના પિતા વાઘજીભાઈ પટેલ પણ હાલ સી.આર.પી.એફમાં નોકરી કરે છે. ગામમાં શહીદી વહોરનાર આ એક માત્ર યુવાન છે.
15 જેટલા ઘર એવા છે કે, બે પેઢીથી લશ્કરમાં છે. અહીં ઘર દીઠ એકથી બે લોકો આર્મી,સી.આર.પી.એફ, બી.એસ.એફ સહિત પોલીસ ફોર્સમાં જોડાઈ દેશની રક્ષા કરે છે. આદિવાસી વિસ્તાર ધરાવતા તાલુકામાં આવેલ કોડીયાવાડા ગામ દેશ માટે એક મિશાલ બની ગયું છે.
અહીંની બે શિક્ષિકાઓ છે કે જે 30 વર્ષથી અહીં પ્રાથમિક શાળામાં ફજર બજાવે છે. જે બાળકોમાં શહીદી માટે, દેશ ભક્તિના પાઠ શિખવે છે. તેઓ શાળામાં દેશભક્તિના ગીતો ગવડાવે છે. આમ બાળકના મનમાં શિક્ષણની શરૂઆતમાં જ તેમને આ પ્રકારની તાલીમ આપે છે. આર્મીમાં જવા અને એન.સી.સી.માં જવા માટે સતત પ્રેરણા આપતાં રહે છે. શરૂઆતમાં ત્રણ જવાનો લશ્કરમાં ગયા હતા કારણ કે તેમની પાસે કંઈ કામ ન હતું. હવે અહીં લશ્કરમાં જવું એ ફરજ બની ગઈ છે. હવે છોકરીઓ પણ લશ્કરમાં જવા માટેની માનસિક રીતે તૈયારી કરી રહ્યાં છે.
બાળકો પોતે નક્કી કરે છે કે તેને લશ્કરમાં જવું છે. નાનાપણથી જ તે નક્કી કરે છે કે તેને આર્મીમાં જવું છે. ડોક્ટર કે એન્જીનીયર બનવું તેના કરતાં લશ્કરમાં જવું ગામના યુવાનોને વધારે પસંદ કરે છે. પહેલાં માતા પિતાનો વિરોધ રહેતો હતો હવે કોઈ માતા પિતા લશ્કરમાં જતાં રોકતાં નથી.