[:gj]સી પ્લેના ભાડામાં એક જ દિવસમાં ધરખમ ઘટાડો, જાણો નવું ભાડું[:]

Seaplane - સી પ્લેન
Seaplane - સી પ્લેન

[:gj]ગુજરાત સરકારના મહત્વકાંક્ષી સી-પ્લેન પ્રોજેક્ટને લઇને સૌથી મોટા સમાચાર આવ્યા છે. સરકાર દ્વારા સી-પ્લેનના ભાડામાં ઘરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. સી-પ્લેનનું વન-વે ભાડું પંદરસો રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. આ પહેલા ભાડુ 4 હજાર 800 નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ મુસાફરોને આકર્ષવા માટે હવે સરકારે ભાડામાં ધરખમ ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

31 ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે સી-પ્લેન પ્રોજેક્ટનું વિધિવત ઉદ્દઘાટન થશે. અમદાવાદથી કેવડિયા સુધી દિવસમાં બે વખત સી-પ્લેન ઉડાન ભરશે. ત્યારબાદ મુસાફરોનો સારો પ્રતિસાદ મળશે, તો ઉડાન વધારવામાં આવશે. આમ બંને દિશાઓમાં સી-પ્લેન કુલ ચાર વખત ઉડાન ભરશે.

ગુરૂવારે સવારે સાબરમતી રિવરફ્રન્ટ પર સી-પ્લેનનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવશે. અહીં મહત્વનું છે કે અગાઉ સી-પ્લેનનું ભાડું 4 હજાર 800 નક્કી કરાયું હતું. ત્યારે એક તબક્કે અમદાવાદીઓને આ ભાડું પરવડશે કે કેમ તે મુદ્દે અનેક અટકળો બાદ સરકારની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. જેમાં મુસાફરોને આકર્ષવા માટે ભાડું ઘટાડીને પંદરસો રૂપિયા કરવામાં આવ્યું છે.[:]