બનાસકાંઠાના ભાભર તાલુકાના વાવના સેડવ ગામે રહેતા ખેડૂત અમથુજી કરમશીજી ઠાકોરે પાલનપુર કલેકટર કચેરીએ પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો. પોતાના શરીરે આગ ચાંપે તે પહેલાં દોડી આવેલી પોલીસે તેનો આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. પોતાનુ નામ ખેતીની જમીનમાંથી નીકળી જતાં આ પગલું ભર્યુ હોવાનું જણાવતાં ખેડૂતને પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે અન્ય કર્મચારીઓ તેમજ કચેરીના કામકાજે આવેલા લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. પોતાના પર દેવું વધી જવાનું કારણ માનવામાં આવે છે. જોકે પોલીસે કારણ જાહેર કરવામાં ભારે વિલંબ કર્યો છે.