બનાસકાંઠામાં કોંગ્રસ-ભાજપના રાજનેતાઓએ યુવતિ પર સામૂહિક બળાત્કાર કર્યો

બનાસકાંઠાના લાખણીમાં સત્તા ટકાવી રાખવા માટે ભાજપ અને કોંગ્રેસ એક બનીને એક બીજાને મત આપ્યા હતા. પણ હવે અહીં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ સાથે મળીને એક યુવતી પર 5 રાજકીય નેતાઓએ સામૂહિક બળાત્કાર કર્યો હોવાની ઘટના બની છે. લગ્ન કરવા માટે યુવતીનું અપહરણ કરી રાજનેતાઓએ વારાફરતી બળાત્યાક કર્યો હતો.  બળાત્કાર બાદ યુવતી પાસેથી સોનાના દાગીના સહિત રૂ.85 હજારની મતાની લૂંટ ચલાવી હતી. પછી, યુવતીને છોડી મુકી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

લાખણી તાલુકા પંચાયતના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશ દવે આ બળાત્યાર કરવામાં હતા. તેમની સાથે ભાજપના નેતાઓ પણ હતા. બળાત્કાર થયો ત્યારે બની હતી કે જ્યારે કોંગ્રેસના આ નેતા તાલુકા પંચાયતમાં પ્રમુખ હતી. મહેશ સત્તા પરથી ઉતરી જતાં 8 મહિના પછી હવે ફરિયાદ કરવાની હિંમત યુવતીએ કરી છે.

22 સભ્યોની સંખ્યા બળ ધરાવતી લાખણી તાલુકા પંચાયતમાં ટાઇની સ્થિતિ બાદ પ્રમુખ પદે કોંગ્રેસના મહેશ દવે અને ઉપપ્રમુખ પદે ગંગાબેન પટેલ ચૂંટાયા હતા. પ્રમુખની ચૂંટણી થવાની હતી ત્યારે ભાજપના સભ્ય રાધા ભીલે કોંગ્રેસના પ્રમુખને મત આપ્યો હતો.  જ્યારે કોંગ્રેસના સભ્ય ઢેંગા કરશન રબારીએ ભાજપને મત આપ્યો હતો. બન્નેએ બોર્ડની બેઠકમાં જ આંગળી ઊંચી કરીને મત આપતાં પોલ ખૂલ્લી પડી ગઈ હતી. આમ બન્ને પક્ષના ચૂંટાયેલાં સભ્યોએ વિરોધી પાર્ટીને મત આપ્યો હતો. ક્રોસ વોટીંગ થતાં ટાઈ પડી હતી. કોંગ્રેસે ભાજપના એક સભ્યને ઉઠાવીને અપહરણ કર્યું હતું તેથી ભાજપ અને કોંગ્રેસ બન્નેને સરખા મત મળ્યા હતા. કોંગ્રેસ દ્વારા મોટી રકમનું હોર્સટ્રેડીંગ કરાયું હતું. તેથી ચૂંટણી અધિકારીએ ચિઠ્ઠી ઉપાડીને ચૂંટણી કરતાં કોંગ્રેસના મહેશ દવે પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

બન્ને પક્ષના ચૂંટાયેલાં સભ્યોએ વિરોધી પાર્ટીને મત આપ્યો હતો. ક્રોસ વોટીંગ થતાં ટાઈ પડી હતી. કોંગ્રેસે ભાજપના એક સભ્યને ઉઠાવીને અપહરણ કર્યું હતું તેથી ભાજપ અને કોંગ્રેસ બન્નેને સરખા મત મળ્યા હતા. કોંગ્રેસ દ્વારા મોટી રકમનું હોર્સટ્રેડીંગ કરાયું હતું. તેથી ચૂંટણી અધિકારીએ ચિઠ્ઠી ઉપાડીને ચૂંટણી કરતાં કોંગ્રેસના મહેશ દવે પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

સત્તાને ખરાબ ચીજ માનવામાં આવે છે. સત્તા મેળવવા માટે રાજકારણીઓ ગમે તે કરવા તૈયાર થઈ જતાં હોય છે. નીતિ અને નિયમ પણ નેવે મૂકી દેતાં હોય છે. ગુજરાતના રાજકીય પક્ષો હવે આર્થિક રીતે સમૃદ્ધ થયા હોવાથી સત્તા મેળવવા માટે નાણાંનો થેલો ખૂલ્લો મૂકી દેતાં હોય છે. ગઈ રાજ્યસભાની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી, નગરપાલિકાની ચૂંટણી અને પંચાયતોની ચૂંટણીમાં આર્થિક લેતી લેતી અબજોમાં થઈ છે. આવું આજે પણ થઈ રહ્યું છે. તેથી તો ભાજપ અને કોંગ્રેસના સભ્યો પોતાના વિરૂદ્ધના પક્ષને મત આપી રહ્યાં છે.

એકબીજાને મત આપ્યા તે વેળાની છબી