બનાસકાંઠામાં કોંગ્રેસ નામ જાહેર કરી શકી નથી

ભાજપે ચૌધરી સમાજને જ ટિકિટ આપી દીધી છે. આ નિર્ણયથી ઠાકોર સમાજ નારાજ હોવાની વાતોએ પક્ષની નેતાગીરીની ચિંતા વધારી દીધી છે. જોકે ભાજપની આવી સ્થિતિએ કોંગ્રેસને પણ રણનીતિ બદલવા માટે નવેસરથી વિચારવા મજબુર કરી દીધી છે. સામાજિક તાકાતને હથિયાર બનાવાઈ છે તો ક્યાંક તિજોરીની તાકાત આગળ કરાઈ રહી છે. રાજરમત પાછળ કોઈ પાવર કામ કરી રહ્યો હોવાનું માનવામાં આવે છે. પૈસાના પાવરથી પંજા પર હાવી થવાની મથામણ ચાલી રહી છે. આભા ઉપસાવવા પાછળ પણ સોશિયલ મીડિયા સહિતના અન્ય પ્લેટફોર્મ પર જંગી ખર્ચ થઈ રહ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યો એક જ નામ આપી રહ્યાં છે. એક જ સમાજને સામસામે લાવવાનો જોખમી કીમિયો કોંગ્રેસ અપનાવે એવી સલાહ પર પક્ષે આંધળો વિશ્વાસ મૂક્યા બાદ તિજોરીઓ ખુલ્લી મૂકી દીધી છે. પરથી ભટોળ માટે ધારાસભ્યો ભલામણ કરી રહ્યાં છે.

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરબત ભાઇ પટેલ 4 એપ્રિલ 2019ના દિવસે ઉમેદવારી પત્ર ભરશે. આ પ્રસંગે પ્રદેશ ભાજપાના અધ્યક્ષ જીતુ વાઘાણી હાજર રહેશે. તે પહેલા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, તમામ સમાજના આગેવાનો, સહકારી આગેવાનો અને મતદાર ભાઇઓ-બહેનોનું વિશાળ સંમેલન મળશે.