બનાસકાંઠા: ભાજપની લીડ 2014 પછીની ચૂંટણીઓમાં સતત ઘટી છે

બનાસકાંઠા જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. વિધાનસભાની જેમ બનાસકાંઠા જીલ્લો ફરી એકવાર કોંગ્રેસ માટે સફળ છે. કોંગ્રેસ બનાસકાંઠા જિલ્લા પંચાયત પર સત્તા મેળવી હતી. વળી પાંચ તાલુકા પંચાયત ભાજપ પાસેથી છીનવી મોટો ફટકો માર્યો હતો.બનાસકાંઠામાં 14 તાલુકા પંચાયત પૈકી 6 તાલુકા પંચાયત ભાજપ પાસે અને 6 તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે ગઈ છે. ચૂંટણી પહેલા 14 માંથી 10 તાલુકા પંચાયત ભાજપના કબજામાં હતી અને જીલ્લા પંચાયત પણ ભાજપ પાસે હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને મોટું નુકસાન થયું છે. લાખણી અને દિયોદરમાં ટાઈ પડી છે. જેમાં ભાજપ સત્તા પર હતું. આમ હાલ ભાજપની મોદી લહેર અને કોંગ્રેસની સ્થાનિક સ્તરે પકડને કારણે હવે મા અંબા પર જેની કૃપા હશે તે જીતશે. ભાજપની લીડ 2015માં 2 લાખની હતી તે 2017 વિધાનસભા સુધી ઘટીને 25 હજાર પર પહોંચી હતી.

બનાસકાંઠા જિલ્લાનો કુલ વિસ્તાર 12,703 છે જે ગુજરાતનો બીજા નંબરનો મોટો જિલ્લો છે. જેમાં 14 તાલુકાના 12 વિધાનસભામાંથી 7 વિધાનસભા મતવિસ્તાર લોકસભામાં આવે છે. બનાસકાંઠા ગુજરાતનો સૌથી ઉત્તરે આવેલો જિલ્લો છે. પાલનપુર તેનું મુખ્યમથક છે. બનાસકાંઠા જિલ્લો અંબાજી (યાત્રાધામ), ડીસા બટાકાના ઉત્પાદન માટે જાણીતું છે. પાલનપુર  હીરા ઉધોગનું કેન્દ્ર છે. બનાસ નદી ઉપરથી આ જિલ્લાનું નામ બનાસકાંઠા પડેલું છે. ઉનાળામાં સખત ગરમી અને ઉત્તરે આવેલા રણને કારણે શિયાળામાં સખત ઠંડી પડે છે. ભૌગોલિક રીતે બનાસકાંઠાનો ઉતર પૂર્વ ભાગ પહાડી પ્રદેશ છે. પશ્ચિમનો ભાગ કચ્છના રણનો વિસ્તાર છે તે ખારો પ્રદેશ છે.

વિધાનસભાની બેઠકો: – 7-વાવ, 8-થરાદ, 9-ધાનેરા, 10-દાંતા(ST), 12-પાલનપુર, 13-ડીસા, 14-દિયોદર.લોકસભામાં જ્ઞાતિના સમીકરણ

વિધાનસભા બેઠક

કૂલ SC દલિત આદિજાતિ મુસ્લિમ OBC ઓબીસી GENERAL સામાન્ય

નામ
ઠાકોર કોળી રબારી ચૌધરી અન્ય લેઉવા પટેલ કડવા પટેલ ક્રિશ્ચિયન બ્રાહ્મણ જૈન દરબાર

અન્ય

7

વાવ

2,22,161 27,000 0 13,500 41,000 14,000 17,000 40,000 1,000 0 0 0 15,000 8,000 45,000 661

8

થરાદ

1,87,194 25,000 2,000 11,000 25,000 4,000 12,000 60,000 10,694 0 0 0 10,000 3,500 20,000 4,000

9

ધાનેરા

2,02,148 22,500 11,000 6,070 13,471 26,000 25,000 45,200 18,550 1,000 0 0 10,000 4,900 14,215

4,242

10

દાંતા

1,90,912 15,000 93,008 8,000 7,000 9,500 10,000 900 12,000 700 600 0 3,000 3,000 8,856 19,348

12

પાલનપુર

2,39,640 24,200 3,550 17,100 23,690 14,040 11,110 20,580 25,250 18,045 14,970 300 18,430 7,000 17,140

24,235

13

ડીસા

2,19,086 19,821 3,106 15,660 34,120 22,180 37,789 21,200 24,780 5,230 0 0 13,400 11,500 7,900

2,400

14

દિયોદર

1,86,647 22,259 3,839 3,170 10,036 48,352 25,423 29,378 13,018 0 0 0 9,067 1,967 7,823

12,315

કૂલ  2012 પ્રમાણે 14,47,788 1,55,780 1,16,503 74,500 1,54,317 1,38,072 1,38,322 2,17,258 1,05,292 24,975 15,570 300 78,897 39,867 1,20,934

67,201

 

પક્ષને મળેલા મત 2014 લોકસભા 2017 વિધાનસભા
BJP

5,07,856

5,46,545

INC

3,05,522

5,72,246

તફાવત

2,02,334

25,701

 

2014 લોકસભા

મતદાર

:

1515711
મતદાન

:

887366
કૂલ મતદાન (%)

:

58.54

 

ઉમેદવારઉમેદવારનું નામ

પક્ષ

કૂલ મત

% મત

ચૌધરી હરીભાઈ

BJP

507856

57.23

પટેલ જોઈતાભાઈ

INC

305522

34.43

મહંત પરસોત્તમ ગીરી

BSP

11175

1.26

ચૌધરી આદમભાઈ

SP

2007

0.23

સંજયકુમાર રાવલ

AAAP

6571

0.74

ગામાર વલ્લભભાઈ

IND

825

0.09

ઠાકોર ભુપતભાઈ રવજી

IND

1770

0.20

ડાભી નવજીભાઈ

IND

2118

0.24

બાબાજી ઠાકોર

IND

10897

1.23

મહેન્દ્રભાઈ ભુંબાડા

IND

3302

0.37

મધુ નીરુબેન

IND

2064

0.23

શ્રીમાળી આશોકભાઈ

IND

2535

0.29

સોલંકી દિનેશકુમાર

IND

5388

0.61

સોલંકી સાયાભાઈ

IND

7207

0.81

None of the Above

NOTA

17397

1.96

 

છેલ્લી ત્રણ લોકસભામાં જીતેલા ઉમેદવારો

2004       ચાવડા હરીરાઠોડજી                     INC

2009       મુકેશ ગઞઢવી   /                       INC

હરીભાઈ ચૌધરી – પેટા ચૂંટણી        BJP

2014       હરીભાઈ ચૌધરી                         BJP

વિકાસના કામો

  • અંબાજી યાત્રા ધામનો સારો વિકાસ કરી શકાયો છે.
  • બનાસ ડેરીમાં 1200 ગામની સહકારી મંડળીઓ સાથે80 લાખ પશુપાલકો જોડાયેલાં છે. બનાસ ડેરી અમૂલ, સાગર અને બનાસ નામો હેઠળ ઉત્પાદનો કરે છે. જેમાં અમુલ દૂધ, અમુલ ઘી, સાગર ઘી, અમુલ્યા પાવડર, સાગર ચા અને કોફી વ્હાઇટનર, અમુલ શક્તિ પાવડર, અમુલ આઇસક્રીમ, પેંડા, ચા વગેરેનો સમાવેશ થાય છે. આ ઉત્પાદનો ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, આણંદ દ્વારા બજારમાં મૂકાય છે.
  • સરદાર પટેલ આવાસ યોજના હેઠળ 1997થી 2006 સુધીમાં 2,40,472 મકાનો બન્યા હતા. 2005માં 25,994 મકાનો રૂ.94 કરોડના ખર્ચે બન્યા હતા. ત્યાર પછી એટલાં જ મકાનો છેલ્લાં ત્રણ વર્ષમાં બનાવાયા છે.

પ્રશ્નો ઘટનાઓ

  • ભારત સરકાર તરફથી વર્ષ 2010-2017 સુધીમાં જનરલ અને શિડયુલ એરીયા બેઝીક ગ્રાંટ અને જનરલ – શિડયુલ એરીયા પરફોર્મન્‍સ ગ્રાંટ રૂ.2855 કરોડ મળી હતી. છતાં આદિવાસી પ્રજા માટે વિકાસ ક્યાંય દેખાતો નથી.
  • ખેત તલાવડી યોજનામાં ખેડૂતોના નામે અધિકારીઓએ પૈસા ઉપાડી લઈને કૌભાંડ કર્યું છે. GLDCનો સત્તાનો દુરુપયોગ કરી આ ભ્રષ્ટાચાર પાંચ અધિકારીઓ કર્યો હતો. તેનો રોષ ખેડૂતોમાં છે.
  • જુલાઈ 2017માં ભારે પુર આવ્યું હતું. ખેતરોમાં તબાહી થઈ હતી. જેનું ઘણાં ખેડૂતોને આજે પણ વળતર મળ્યું નથી. તેથી આંદોલનો પણ થયા છે. સીપુ અને બનાસ ડેમમાંથી પાણી છોડતાં તબાહી થઈ હતી.
  • પૂર રાહતના ટેન્ડર વગર કામ આપીને માતબર રકમ પણ મંજૂર કરી દેવામાં આવી છે. આ રકમના 60% એજન્સીના ને 40% અધિકારીઓને મળ્યા છે. કુલ 2500 કામ થયા છે. તેમાંથી 500 કામ તો બનાસકાંઠા સર્કિટ હાઉસમાં એક ભાજપના મોટા ગજાના નેતાના કાર્યકરોની એજન્સીને આપી દેવામાં આવ્યા હતા.
  • અહીં ઘણાં વિસ્તારમાં મગફળીનું વાવેતર-ઉત્પાદન થતું જ નથી છતાં સરકારે અહીં રૂ.400 કરોડની મગફળી ખરીદીને કૌભાંડ કરવામાં આવ્યું હતું.
  • ગાયોને ઘાસ ન મળતાં ભારે મુશ્કેલી પશુપાલકોને પડી રહી છે. અહીં દુષ્કાળ જેવી હાલત છે. લોકો પરેશાન છે પણ મદદ મળતી નથી.

પ્રભાવશાળી વ્યક્તિઓ

  • ગુજરાતી ભાષાના લેખક ચંદ્રકાંત બક્ષીનો અહીં પ્રભાવ જોવા મળે છે.
  • હરીભાઇ ચૌધરી – રાજ્ય કક્ષાના ગૃહમંત્રી અને સંસદ સભ્ય, શંકર ચૌધરી – ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી, બનાસ ડેરીના ચેરમેન, હરિસિંહ ચાવડા – ભૂતપૂર્વ સંસદ, બી. કે. ગઢવી અને મુકેશ ગઢવી – ભૂતપૂર્વ સંસદ આજે પણ એટલાં જ લોકપ્રિય છે. કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રી અને ગોવાભાઈ રબારી જાણીતા છે.
  • પ્રણવ મિસ્ત્રી – સંશોધક, સેમસંગ રીસર્ચ અમેરિકાના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, રણછોડદાસ પગી – ભારતીય સૈન્યના પગી. ભાજપના હરિભાઈ ચૌધરી ચાર વખત લોસભામાં ચૂંટાયા છે. અહીં 1971થી 6 વખત કોંગ્રેસ ચૂંટાઈ છે. ભાજપ પાંચ વખત ચૂંટાયો છે.

વચનો પુરા ન થયા

  • પાંજરાપોળમાં પશુઓને ઘાસ આપવાનું વચન સરકારે આપેલું તે પુરું ઘાસ આપ્યું ન હતું.
  • આદિવાસી વિસ્‍તારનું પછાતપણું દુર કરવા માટે સરકારે બજેટ ફાળવેલું છે પણ તેનો વિકાસ થયો નથી.
  • લોકોની આર્થિક અને સામાજિક સ્‍થિતિમાં સુધારી શકાય નથી.
  • ઘરવિહોણા નબળા ઇસમોને આવાસીય સગવડ ઉભી કરવી.
  • કુપોષણનો દર મહદ અંશે ઘટાડવાનું સરકારે વચન આપેલું તે પૂરું થયું નથી.
  • સિંચાઇ સગવડમાં વધારો કરવા નવા ચેકડેમો બની શક્યા નથી.

2019ની સંભવિત સ્થિતી

  • બનાસકાંઠા જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. વિધાનસભાની જેમ બનાસકાંઠા જીલ્લો ફરી એકવાર કોંગ્રેસ માટે સફળ છે. કોંગ્રેસ બનાસકાંઠા જિલ્લા પંચાયત પર સત્તા મેળવી હતી. વળી પાંચ તાલુકા પંચાયત ભાજપ પાસેથી છીનવી મોટો ફટકો માર્યો હતો.
  • બનાસકાંઠામાં 14 તાલુકા પંચાયત પૈકી 6 તાલુકા પંચાયત ભાજપ પાસે અને 6 તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે ગઈ છે. ચૂંટણી પહેલા 14 માંથી 10 તાલુકા પંચાયત ભાજપના કબજામાં હતી અને જીલ્લા પંચાયત પણ ભાજપ પાસે હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને મોટું નુકસાન થયું છે. લાખણી અને દિયોદરમાં ટાઈ પડી છે. જેમાં ભાજપ સત્તા પર હતું.

 

કોંગ્રેસ

  • ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની જીતની તકો વધારે છે તેવું કોંગ્રેસના નેતાઓ માને છે. આ બેઠકો પૈકી મહેસાણા, , બનાસકાંઠા અને પાટણ બેઠક પર સૌથી વધારે ઉમેદવારો સામે આવ્યા છે. બનાસકાંઠા લોકસભા બેઠક માટે તો કુલ 4 દાવેદારો મેદાનમાં આવ્યા હતા. આ પૈકી ડીસાના ભૂતપૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારી, ધાનેરાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને ચૌધરી આગેવાન જોઇતાભાઇ પટેલ દાવેદારો હતા. આ સિવાય યુવા નેતા ગુલાબસિંહ રાજપૂત અને દિનેશ ગઢવી પણ રેસમાં હતા.
  • સાબરકાંઠા લોકસભા બેઠક પર 3 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ બેઠક પરથી મધુસુદન મિસ્ત્રી, ડાહ્યાભાઇ પટેલ અને અશ્વિન કોટવાલે કરી દાવેદારી દાવો છે. બનાસકાંઠા બેઠક પર 4 નામ – ગોવાભાઈ રબારી, ગુલાબસિંહ રાજપૂત, જોઈતા પટેલ અને દિનેશ ગઢવી
  • બનાસકાંઠા જિલ્લાના કોંગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને બનાસકાંઠા બેઠક અલ્પેશ માટે બનાસકાંઠાની વિચારણા બનાસકાંઠા : ગોવાભાઈ રબારી – દીનેશ ગઢવી – જોઈતાભાઈ પટેલ
  • ટિકિટને લઈ કોંગ્રેસના 2000 જેટલા કાર્યકરોએ રાજીનામાં 25 નવેમ્બર 2017માં આપ્યા હતા.

ભાજપ

  • હરીભાઇ ચૌધરી પાટણથી હારી જાય એમ હતા, એટલે મેં બનાસકાંઠા ખાલી કરી હતી, હવે એના ઉપર મારો હક્ક છે’ પાટણ સાંસદ લીલાધર વાઘેલા
  • પાટણના સાંસદ લીલાધર વાઘેલાએ પોતાની જૂની બેઠક બનાસકાંઠાની બેઠક પર હક્ક જાહેર કર્યો હતો. આને કારણે મોદી સરકારમાં ગૃહ રાજ્ય મંત્રી તરીકે હવાલો સંભાળતા હરીભાઇ ચૌધરી માટે ચિંતાનો વિષય બન્યો હતો. વાઘેલાએ મીડિયા સમક્ષ પોતાની માગણી અને લાગણીને જાહેર કરતાં સ્પષ્ટ કર્યું હતું કે, અગાઉની ચૂંટણી વેળાએ હરીભાઇ ચૌધરી પાટણથી જીતી શકે એમ ન હોવાથી મેં બનાસકાંઠા બેઠક એમના માટે ખાલી કરી હતી. પરંતુ હવે એના ઉપર મારો હક્ક છે. તેમણે પોતાની વાતના સમર્થનમાં ૨૦૧૪ની ચૂંટણી વખતે હરિભાઇ અને ભાજપે આપેલા કમિટમેન્ટે ટાંક્યું હતું. તેમણે કહ્યું કે, ‘એ વખતે મને હરિભાઇ અને પાર્ટીએ કમિટમેન્ટ આપ્યું હતું કે આગામી ચૂંટણીમાં તમને બનાસકાંઠાથી તક અપાશે. હવે તેઓ અને પાર્ટી બંને બનાસકાંઠાની ટિકિટ મને આપવા વિનંતી કરશે.’
  • અહીં નોંધવુ જરૂરી છે કે, વિધાનસભા 2017ની ચૂંટણી વખતે પાટણ સાંસદ લીલાધર વાઘેલાએ પોતાના પુત્ર માટે ટિકિટ માગી હતી. એ વખતે ટિકિટ ન મળે તો પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી. અલબત્ત, ભાજપે ટિકિટ આપી ન હતી.
  • પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાનાં પુત્ર મહેન્દ્રસિંહને બનાસકાંઠા લોકસભા સીટ પરથી ચૂંટણી લડાવવાનું અમિત શાહે વચન આપ્યું હતું તે પૂરું ન થતાં તેમણે ત્રણ મહિનામાં ભાજપ છોડી દીધો હતો.