શંકરભાઇ ચૌધરી જવાબ આપશે ખરા ??
27 જાન્યુઆરી 2015ની બનાસ ડેરીની બેઠક મળી તેમાં ઠરાવ નંબર 14 થી ખાસ અહેવાલ મુજબ 2015માં રૂ.58 લાખનો સેવા વેરો ઠેકેદાર વતી ડેરીએ વધુ ચૂકવેલ તે બાબતે નિયામક મંડળમાં ચર્ચા બાદ કમિટી બનાવી હતી. જેમાં માવજીભાઈ દેસાઈ, અણદાભાઈ પટેલ, પી.જે.ચૌધરી, દિલીપસિંહ બારડને નિર્ણય લેવા અને પોલીસ ફરિયાદ કરવા બાબતે સત્તા આપી હતી. જે અનુસંધાને જિલ્લા સહકારી નોંધણી અધિકારી દ્વારા ગેરરીતિ અંગે ફરિયાદ નોંધાવવા બાબતે 2017માં આદેશ કરેલો હતો.
પ્રથમ ફરિયાદ 21 નવેમ્બર 2015ના રોજ રૂ. 35.14ની ઉચાપતની કરેલી હતી. પરંતુ બીજી ફરિયાદ રૂ.58.92 લાખની સેવા વેરાની ગોલમાલની દાખલ કરવા જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા આદેશ કરવામાં આવેલો હતો. પરંતુ આજદિન સુધી ડેરીની અધિકૃત સમિતિએ કે બનાસ ડેરીના અધ્યક્ષ શંકર ચૌધરીએ આ ફરિયાદ દાખલ કરી નથી.
ભાજપના કહેવાતા નેતા શંકર ચૌધરી કેમ કૌભાંડ છુપાવી રહ્યા છે? તે ડેરીના પશુ પાલકો પૂછી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લા રજીસ્ટારએ બનાસ ડેરીના અધ્યક્ષ શંકર ચૌધરીને જાણ કરી હતી કે પૂર્વ અધ્યક્ષ પરથીભાઈ ભટોલ અને તેમના સહયોગથી ગેરકાયદેસર રીતે તેમના મળતીયાઓને ઠેકો આપી મોટી રકમના નાણા ચૂકવી દીધા હતાં. જિલ્લા રજીસ્ટારએ વારંવાર ફોજદારી કાર્યવાહી કરવા લેખિત તેમજ મૌખિક સૂચનાઓ શંકર ચૌધરીને આપી હતી.
છતાં પણ ભાજપના શંકરભાઈ ચૌધરીએ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. કેમ ભ્રષ્ટાચારને તેઓ છુપાવીને પ્રોત્સાહન આપી રહ્યા છે કે નેતાઓને બ્લેકમેલ કરી રહ્યા છે?
પરથીભાઈ ભટોલની આટલી ભયંકર ગેરરીતિ ધ્યાનમાં આવ્યા પછી પણ જિલ્લાના પશુપાલકોને અંધારામાં રાખીને શંકર ચૌધરી મિલી ભગત નથી તો શું છે ?
પરથીભાઈ પટેલ સામે તપાસ થઈ તેમાં એવું બહાર આવ્યું હતું કે પોતાના સગાવાલા તેમજ નજીકના લાગવગીયાઓ મળીને 250 કરતા વધારે લોકોની ભરતી કરેલી હતી. જેની યાદી સાથેની વિગત શંકર ચૌધરી આપની પાસે છે. જેને આજદિન સુધી છુટા કર્યા નથી.
કરોડોનું બરણી કૌભાંડ હોય અથવા ચા કૌભાંડ હોય શંકર ચૌધરીએ ભ્રષ્ટાચાર સામે કોઈ કાર્યવાહી કરી નથી.
તમામ કૌભાંડમાં ડેરીનું બોર્ડ ઓફ ડિરેકટર મૌન છે. શું તેઓ પણ શંકર ચૌધરીના પગ દૂધથી ધોવે છે.
શંકર ચૌધરી જ્યારથી અધ્યક્ષ બન્યા છે ત્યારથી તેમાં
જાહેર ભાષણોમાં કહ્યું હતું કે 1500 ટન પશુ દાણની ઘટ છે. તે ઘટ કોના દ્વારા થઈ હતી, દાણ ક્યાં ગયું, કંપનીઓ અને સપ્લાયરો સામે કાર્યવાહી કરી કે નહીં તેના ઉત્તર પશુપાલકો માંગી રહ્યા છે. જો જવાબ આપી ન શકો તો ખુરશી ખાલી કરો અને બિન રાજકીય પશુ પાલકને અધ્યક્ષ બનાવવા માર્ગ આપો.
પદ્માવતી નામની કંપનીએ ખાણ દાન આપ્યો હતો. આ કંપની કોની છે તે જાહેર કરો તો પગ ધ્રુજી જશે.
બનાસ ડેરીએ ઓનલાઇન ટેન્ડર કરીને વર્ષે રૂ.150 કરોડનો ફાયદો કર્યો છે. તો અગાઉના મેનેજમેટમાં તે રૂપિયા કોની પાસે જતાં હતાં તે જાહેર થવું જોઈએ.
પશુપાલકોને છેતરવાનો ધંધો કેટલાક સમયથી ચાલી રહ્યો છે. પશુપાલકોનું જે થવું હોય તે થાય.