થરાદના ચુડમેરની દુધ મંડળીનું દુધ બનાસ ડેરી માટે પાલનપુરના થરાદ શીત કેન્દ્રમાં દૂધ લઈ જતી મીની ટ્રકમાં દુધમાં દૈનિક ઘટ આવતી હોઇ અને દુધની ગુણવત્તા પણ હલકી આવતી હોઇ આ બાબતે તપાસ કરતાં કેનમાં રાખેલું દૂધ કાઢી લઈને તેમાં પાણી ઉમેરી દેતાં હોવાનું કૌભાંડ પકડાયું છે.
પ્રતાપપુરા દુધ મંડળી, મહાદેવપુરા દુધ મંડળી અને ચુડમેર દૂધ મંડળીમાં પણ આ રીતે દૂધ નિકળી જવાની ઘટના બની હતી. કોન્ટ્રાક્ટ રાખેલ રૂટની ગાડીને થરાદ કેનાલ ઉપર ચુડમેર અને ઢીમા પુલ વચ્ચે ટ્રક ઊભી રાખી આ ચોરી કરેલ દુધ ભરેલાં કેન પ્રજાપતિ છગન ગોવિંદ છકડો રિક્ષામાં વેચતા હોવાની હકીકત જાણવા મળી હતી.
બીજા દિવસે દુધ લેવા આવેલી ટ્રકમાં 26 કેન ભરાવી રવાના કર્યા બાદ ગામના નટવર દેવજી વરણએ ગાડીનો પીછો કર્યો હતો. દૂધ કાઢવામાં આવતું હોવાનું પકડાતાં ટ્રકચાલક રવાના થઇ ગયો હતો. 80 લિટર દુધ કિંમત રૂ.4000 સાથે રંગે હાથે ઝડપાઇ જવા પામ્યો હતો. મંત્રીએ તેને રોકી રાખી ડેરીના ચેરમેન માસેંગભાઇ નગાભાઇ પટેલ તથા જેતશીભાઇ નાગજીભાઇ પટેલ અને રાસીભાઇ નરબતાભાઇ વરણ અને પ્રતાપપુરાના મંત્રીને પણ જાણ કરતા તેઓ બધા આવી ગયા હતા.
મંત્રી હેમજીભાઈ માનસંગભાઈ પટેલે આ અંગે થરાદ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણ સામે આઇપીસી 388, 144 મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.આ બનાવથી ચકચાર મચી જવા પામી હતી.