બનાસ નદીમાં રેતી ચોરતી ગેંગ પકડાઈ

કાંકરેજ તાલુકાના જામપૂર બનાસ નદીમાં ગેર કાયદે ખનન કરતા ભૂમાફિયાઓ ઉપર ખાણખનીજ વિભાગની ટીમ ત્રાટકી હતી. થરા પીએસઆઈ સાથે ખાણખનીજ પાટણ તથા પાલનપુરની ટીમ સંયુક્ત ઓપરેશન કરવામા આવ્યુ હતું. નદીના પટમાં ગેરકાયદેસર રેતીનુ ખનન કરતા બે મશીન ઝડપી પડ્યા હતા. પ્રાથમિક તપાસ અર્થે સીજ કરી થરા પોલીસ સ્ટેશનમા એફઆઈઆર કરવામા આવી હતી..