બરડા અભયારણ્યમાં ખનિજ ચોરીથી કરોડોનું નુકસાન

બરડા અભયારણ્ય વિસ્તારમાં ખનન થતું હોવાથી ભાણવડ પંથકમાં ડી.સી.સી. કંપનીના ગેરકાયદેસર ખનન પર ગાંધીનગરથી ટીમ ત્રાટકી અભયારણ્યના પ્રતિબંધિત વિસ્તારમાંથી રોજ ૨૦૦ જેટલા ડમ્પરો ભરીને ખનીજ લઈ જવાય છે. આ અંગે તપાસ કરવા માટે કોંગ્રેસે સમિતિ બનાવી છે જેમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા છે.
બરડા અભયારણ્યમા વિસ્તારમાં લાંબા સમયથી વિરામ લઈ રહેલ અને ગેરકાયદેસર ખનીજ ઉત્ખનનની પ્રવૃત્તિએ ફરી
એકવાર ચકચાર મચાવી છે. રાજકીય જોરની રહેમ નજરના કારણે ખાણ ખનીજ ખાતું, પોલીસ ખાતું, તેમજ અન્ય
ખાતાઓએ પણ જાણે આંખ આડા કાનની વૃત્તિ આદરી હતી. આ બાબતે ઉચ્ચ કમિટી માં અહેવાલ મોકલીને તે માટે
યોગ્ય પગલા લેવાની ભલામણ કરાયી હતી. પરંતુ ઉપરી અધિકારીઓ તથા અસામાજિક તત્વો ની મિલીભગત ના કારણે
કોઈ કાયદાકીય પગલા લેવાતા નથી.
અભયારણ્ય જેવા વિસ્તારમાં જંગલી પ્રાણીઓની અવરજવર રહેતી હોવા છતા બેફામપણે ડી.સી.સી. કંપની દ્વારા
ખનીજ નીકલવાનું કામકાજ જોરશોર થી ય્હયી રહ્યું છે. કેટલીયવાર આની ફરિયાદ પણ થયી છે. છતા કોઈ ઠોસ પગલા
લેવાયા નથી. ભાણવડ નજીક આવેલ અભયારણ્યમાં થી રોજ ૧૫૦ થી ૨૦૦ ડમ્પરો ભરીને ખનીજ નો જથ્થો લઇ
જવાય છે. આ વિસ્તાર પ્રતિબંધિત હોવા છતા પણ રાજકીય વગની આડશમાં સરળતાથી ખનીજ નું પરિવહન થયી રહ્યું
છે.
આ અભયારણ્યમાં સળંગ કેટલાય દિવસોથી ખનન થતું હોવાની સાથોસાથ આડેધડ રેતી, કપચી, સિમેન્ટ, માટી વગેરે
આસપાસના સિમેન્ટ પ્લાન્ટ સુધી પહોચાડતું હોવાની ફરિયાદ સ્થાનિક લોકોંએ કરી હતી પરંતુ જયારે ગાંધીનગર ની ટીમે
અચાનક રેડ પાડતા તમામ ઉત્ખનનની પ્રવૃત્તિમાં કોઈ જાણકારી મળી નથી . જેની પાછળ ઉપર સુધીના મોટા માથાઓ
સંડોવાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે..
આ ઉત્ખનન પ્રવૃત્તિમાં કઈ કેટલાય અધિકારીઓ નો હાથ હોવાનું જણાઈ રહ્યું છે.