રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના નેતા અહેમદ પટેલની જીત સામે બળવંતસિંહે કરેલી અરજીમાં ભાજપના નેતા બળવંતસિંહની ઉલટ તપાસ શરૂ થવાની હતી, દરમિયાનમાં એહમદ પટેલના એડવોકેટે એવી ફરિયાદ કરી હતી કે જે દસ્તાવેજોને આધારે તેમની ઉલટતપાસ કરવાની છે તે પેપર ગુમ થઇ ગયા છે, આ અંગે કોર્ટે રજીસ્ટ્રાર જનરલને તેની તપાસ સોપી છે અને સીલબંધ કવરમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે, જેની વધુ સુનાવણી 8મી ફેબ્રુઆરીએ થશે, બળવંતસિંહની ઉલટ તપાસ શરૂ થઇ તેની થોડી જ મિનિટોમાં એહમદ પટેલના એડવોકેટે કોર્ટ સમક્ષ જુબાની લેવાની શરૂ કરી હતી, બળવંતસિંહને પ્રાથમિક સવાલો કરવામાં આવ્યાં હતા, જેમા તેમના અભ્યાસક્રમથી લઇને તે કંઇ ભાષા સમજી, વાંચી લખી શકે છે ? તે અંગેના સવાલો કરાયા હતા. આ દસ્તાવેજો કઈ રીતે ગુમ થયા તે હજું સુધી શોધી શકાયું નથી.
આગળ પ્રશ્નો કરવા એડવોકેટે ફાઇલમાંથી દસ્તાવેજો શોધવાનું શરૂ કર્યુ હતુ જો કે 30 જેટલા બચાવપક્ષના આધાર દસ્તાવેજો ન મળતા કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યુ હતુ, જેને લઇને કોર્ટે તાત્કાલિક રજીસ્ટ્રાર વિભાગના 1 ડઝન ઓફિસરને કોર્ટમાં બોલાવ્યાં હતા, હાજર ઓફિસરો કોઇ ચોક્કસ જવાબ નહી આપી શકતા કોર્ટે ઝાટકણી કાઢી હતી.
સતત દોઢ કલાક સુધી તમામ ઓફિસરોને કોર્ટની ફાઇલો કોણ, કેવી રીતે, કેટલા વાગે, કયા વિભાગમાં લઇ ગયા હતા ? તમામ પ્રશ્નો પુછવામાં આવ્યાં હતા તેમ છતા ફાઇલની અંદરના દસ્તાવેજો કેવી રીતે ગુમ થયા તે અંગે કોઇ સંતોષકારક જવાબ મળ્યો ન હતો,
એહમદ પટેલના એડવોકેટે કોર્ટ સમક્ષ જે 42 સાક્ષીઓ તપાસવા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા છે તે પેપર એક રાતમાં ગુમ કેવી રીતે થયા, તેને ગુમ કરવા પાછળ શું ઇરાદો હોઇ શકે, છેવટે દસ્તાવેજો નહી મળતા ઉલટ તપાસ મુલતવી રાખવી પડી હતી.