બાંગલાદેશીઓને ગુજરાતથી હાંકી કાઢવાનું વચન 32 વર્ષે પણ ન પાળ્યું

અમદાવાદ પોલીસે વર્ષોથી અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી. તેઓ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કે, નહીં તે બાબતે તપાસ શરૂ કરી છે. SOGએ અમદાવાદના ઇસનપુર, ચંડોળા તળાવ, દાણી લીમડા, નરોડા પાટિયા, વટવા, અંબિકા બ્રિજ, અને જુના વાડજ વિસ્તારમાં આવેલા બસ સ્ટેશન નજીક તપાસ કરીને 47 જેટલા બાંગ્લાદેશી મજૂરોની ધરપકડ કરી હતી. બાંગ્લાદેશીઓ પાસે ભારતના નાગરિક તરીકે કોઈ પુરાવાઓ છે કે નહીં અને તેઓ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કે નહીં. થોડા સમય પહેલા જ SOGએ નકલી પાસપોર્ટ બનાવી આપતા બે બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી. આ બંને ઇસમો પાસેથી પોલીસે નકલી પાસપોર્ટ, આધારકાર્ડ, લેપટોપ અને પ્રિન્ટર સહિતનો મુદામાલ કબજે કર્યો હતો. ત્યાર બાદ આ ધરપકડ કરી હતી. ગુજરાતમાં સુરત, અલંગ, કંડલા, ભરૂચ જેવા વિસ્તારોમાં બાંગલાદેશીઓની વસતી એક લાખની આપસાન હોઈ શકે છે એવું અનુમાન છે. ભાજપે અમપાની 1987ની ચૂંટણીમાં અને 1998ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાને વચન આપ્યું હતું કે તેઓ બાંગલાદેશીઓને ગુજરાત બહાર હાંકી કાઢશે. પણ તેઓ 32 વર્ષથી તેમ કરી શક્યા નથી. હવે બંગલાદેશીઓ નકલી પાસપોર્ટ પણ બનાવી રહ્યાં છે.