નવી દિલ્હી,તા.24
ટીમ ઇન્ડિયાએ કોલકાતાના ઇડન ગાર્ડનમાં પ્રવાસી બાંગ્લાદેશને બીજી ટેસ્ટમાં ઇનિંગ્સ અને 46 રનથી હરાવી શ્રેણી 2-0થી જીતી લીધી હતી.. આ જીત સાથે, ભારતીય ક્રિકેટ ટીમે તે કર્યું હતું, જે કોઈ ટીમ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 142 વર્ષના કરી શકી.
આ એક એવો ઇતિહાસ છે, જેના પર ક્રિકેટ રસિકો હંમેશા ગૌરવ અનુભવતા રહેશે, જ્યાં સ્પિનરે ઓછામાં ઓછો એક બોલ ફેંક્યો હોય ત્યાં ભારતીય ક્રિકેટમાં આ બીજો પ્રસંગ હતો જ્યારેસ્પિનરો ને એકપણ વિકેટ મળી નહોય. તે જ સમયે, તે કોલકાતાની મેચ હતી, જેમાં તમામ વિકેટ ઝડપી ગયેલા ખેલાડીઓએ લીધી હતી. આપણે એ પણ જાણવું જરૂરી છેકે ક્યારે અને ક્યાં ભારતીય મિડિયમ પેસરોએ મેચમાં સૌથી વધુ વિકેટ લીધી હતી.
પેસબેટરીનો તરખાટ
વિકેટ વિરોધી ટીમ સ્થળ વર્ષ
20 દ. આફ્રિકા જોહાનિસબર્ગ 2017-18
19 ઇંગ્લેંડ ટ્રેન્ટ બ્રિજ 2018
19 બાંગ્લાદેશ કોલકાતા 2019-20
ટીમ ઇન્ડિયા દ્વારા જે વિક્રમ રચવામાં આવ્યો છે તે 142 વર્ષનો રહ્યો છે. ઇડન ગોર્ડન ટેસ્ટ જીતવા સાથે આ પહેલીવાર હતો, જ્યારે કોઈ ટીમે સતત ચાર ટેસ્ટ મેચ ઈનિંગના અંતરથી જીતી હતી.
છેલ્લા ચાર ટેસ્ટ મેચોમાં ભારતની ઐતિહાસિક જીત
જીતનું માર્જીન દેશ સ્થળ
ઇનિંગ્સ અને 137 રન દક્ષિણ આફ્રિકા પૂના
ઇનિંગ્સ અને 202 રન દક્ષિણ આફ્રિકા રાંચી
ઇનિંગ્સ અને 130 રન બાંગ્લાદેશ ઇન્દોર
ઇનિંગ્સ અને 46 રન બાંગ્લાદેશ કોલકાતા