ઈ.સ. 2018-19 દરમિયાન રાજયમાં 12 લાખ દસ્તાવેજો નોંધવામાં સરકારને રૂા.7760 કરોડની આવક સ્ટેમ્પ ડયુટી-નોંધણી ફીની થઈ હતી. 2016-17માં રૂ.5767 કરોડ થઈ હતી. 2017-18માં રૂ.7255 કરોડ આવક થઈ હતી. આમ એક વર્ષમાં રૂ.505 કરોડનો વધારો થયો છે. 8.75 ટકાનો વધારો બતાવે છે. જે 2017-18માં રૂ.1488 કરોડનો વધારો થયો હતો. જે 25.80 ટકા વધારો બતાવતો હતો. તે હિસાબે સ્ટેમ્પડ્યુટીની આવકમાં જંગી ઘટાડો થયો છે. એ બતાવે છે કે ગુજરાતમાં રીયલ એસ્ટેટ અને કંપનીઓના વેપાર ઘટી રહ્યો છે. જે મંદી બતાવે છે. બિલ્ડીંગના વેપારમાં ઘટાડો થતાં મંદી અને બેરોજગારી વધી રહી હોવાનું તેના પરથી સ્પષ્ટ થયું છે.
ગુજરાતમાં સ્ટેમ્પડ્યુટીનો સરચાર્જ સહિત 4.90 ટકા દર છે. 2003 પહેલા 14.80 ટકા હતો.
વર્ષે અંદાજે 50 લાખ લોકો સબ રજિસ્ટ્રાર કચેરી અને નાયબ કલેકટર (સ્ટેમ્પ ડયુટી, મૂલ્યાંકન તંત્ર)ની કચેરીઓની જિલ્લામાં મુલાકાત લેતા હોય છે. જેમાં આ વર્ષે ઘટાડો થયો છે.
2017-18 માં સરકારની કરવેરાની કુલ આવક રૂ.64,443 કરોડથી વધીને રૂ.71549 કરોડ થઇ હતી. જેમાં સ્ટેમ્પ ડ્યુટીની આવક રૂ.5763 કરોડથી વધીને રૂ.7255 કરોડ થઇ હતી. મોટર વ્હીકલ ટેક્સની આવક રૂ.3213 કરોડથી વધીને રૂ.3885 કરોડ થઇ હતી. ઇલેક્ટ્રીસિટીની ડ્યુટીની આવક રૂ.5833 કરોડથી વધીને રૂ.6464 કરોડ થઇ હતી.
મહિલાઓને ફાયદો
મહિલાઓના નામે થતા દસ્તાવેજોની નોંધણી ફીમાંથી મુક્તિ આપી છે તે અંતર્ગત 22 લાખથી વધુ દસ્તાવેજ નોંધણીમાં રૂ.2183 કરોડથી વધુની નોંધણી ફી માફી આપવામાં આવી છે.
પેઢીનામું, સંંમતિ, આવકના દાખલા, ઘર, જમીન માટે દસ્તાવેજોનું વેચાણ કરતા સ્ટેમ્પ વેન્ડર, સ્ટેમ્પ ડ્યુટી, બેન્ક ફંન્ડિગ દ્વારા આક થતી હોય છે.
નોંધણી અધિનિયમ સુધારા વિધેયક
નોંધણી માટે રજૂ થતા લેખોની તથા હાલ કબજા સાથેની પાવર ઓફ એટર્નીની નોંધણી ફરજિયાત છે પરંતુ હવે નોટરી મારફત થતા પાવર ઓફ એટર્નીના આધારે ખોટા અને બનાવટી દસ્તાવેજોની નોધણી ઉપર નિયંત્રણ લાવવા માટે કાયદામાં સુધારાથી મહેસૂલી અધિકારી દ્વારા આપવામાં આવતા વેચાણપત્રો જેવા કે કલેકટર, પ્રાંત અધિકારી, મામલતદાર દ્વારા આપવામાં આવેલ વેચાણ પ્રમાણપત્રોની ફરજિયાત નોંધણીથી ખરીદનાર પક્ષકારને મિલકતના માલિકી હક્કની જાણ થશે અને ચોખ્ખા ટાઈટલ મેળવી શકશે. ઓનલાઈન સીસ્ટમથી દસ્તાવેજો સબમીટ કરી શકશે.
સરકારની આવક 600 ટકા વધી પ્રજાની 600 ટકા સુવિધા ન વધી
13 વર્ષમાં ભાજપે પ્રજા પર વેરા વધારીને આવકમાં 600 ટકાનો વધારો કર્યો છે. સરકારની આવક વધી છે. પ્રજાની આવક 13 વર્ષમાં 600 ટકા વધી નથી. 2004-05માં રૂ.1000 આવક થતી હોય તો તમારી હાલ આવક વધીને રૂ.6000 થવી જોઈતી હતી. પણ તેમ થયું નથી. સરકાર પ્રજા પાસેથી ભારે વેરા વસૂલ કરી રહી છે. પ્રજાને સુવિધામાં 600 ટકાનો વધારો થયો નથી. મુશ્કેલી વધી છે.
કરની આવક સરકારની કેટલી વધી છે તે આંકડા કરોડ રૂપિયામાં આવેલાં છે.
કર-રૂપિયા કરોડમાં | ||||
કર | 2004-5 | 2007-8 | 2014-15 | 2017-18 |
GST-VAT | 8309 | 15105 | 44145 | 56144 |
સ્ટેમ્પ ડ્યુટી | 963 | 2018 | 5503 | 7100 |
વીજળી કર | 1829 | 2047 | 5878 | 7100 |
વાહન વેરો | 1061 | 1310 | 2695 | 4250 |
ઊતારું વેરો | 160 | 152 | 210 | 102 |
સંપત્તિ વેરો | 0 | 111 | 160 | 334 |
મનોરંજન વેરો | 51 | 29 | 109 | 76 |
આબકારી | 47 | 47 | 140 | 75 |
અન્ય વેરા | 304 | 383 | 606 | 587 |
કૂલ કર | 12959 | 21885 | 61339 | 77,967 |
કર-રૂપિયા કરોડમાં 2004-5 2007-8 2014-15 2017-18
GST-VAT 8309 15105 44145 56144
સ્ટેમ્પ ડ્યુટી 963 2018 5503 7100
વીજળી કર 1829 2047 5878 7100
વાહન વેરો 1061 1310 2695 4250
ઊતારું વેરો 160 152 210 102
સંપત્તિ વેરો 00 111 160 334
મનોરંજન વેરો 51 29 109 76
આબકારી 47 47 140 75
અન્ય વેરા 304 383 606 587
કૂલ કર 12959 21885 61339 77,967