બાંધકામ શ્રમયોગી કામદારોના ઉત્કર્ષ માટે કાર્ય કરતા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ધન્વતરી આરોગ્ય રથ યોજના હેઠળ સને – ૨૦૧૯ – ૨૦૨૦ ના વર્ષમાં માહે ફેબ્રુઆરી અંતિત રૂ . ૪૬૩.૭ લાખના ખર્ચ બાંધકામ સાથે સંકળાયેલા શ્રમયોગીઓને આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવી છે , આ ધન્યતરી આરોગ્ય રથ યોજના હેઠળ રાજ્યના ૨૨ જિલ્લાઓમાં ૩૪ જેટલા આરોગ્ય ટીમ સાથેના આરોગ્ય રથના માધ્યમથી બાંધકામ સાઈટ , કડીયાનાકાઓ , બાંધકામ સાઈટની શ્રમિક વસાહત પર બાંધકામ શ્રમિકોને પ્રાથમિક તબીબી સેવાઓ જેવી કે સામાન્ય રોગો , ઈજાઓ , ચામડીના રોગો , ઉલ્ટી તાવ , ઝાડા , સગર્ભા માતાનોની પ્રાથમિક તપાસ , બાળકોની સારવાર વગેરે સેવાઓ વિના મુલ્યે પુરી પાડવામાં આવે છે , ધન્વતરી આરોગ્ય રથ દ્વારા પ્રાથમિક તબીબી તપાસ / સારવાર પૂરી પાડી બાંધકામ શ્રમયોગીઓમાં ગંભીર રોગો તેમજ ગંભીર વ્યવસાયિક રોગો પ્રાથમિક તબકકે જ થતો અટકાવવાનો હેતુ છે . પ્રાથમિક તપાસ દરમ્યાન ગંભીર રોગના લક્ષણ જોવા મળે તો ધન્વનરી આરોગ્ય થના તબીબ દ્વારા આવા બોધકામ શ્રમિકને નજીકની સ્થાનિક સરકારી હોરપીટલમાં રીફર કરવામાં આવે છે , વિવિધ પ્રકારની લેબોરેટરી સુવિધા સાથે સુસજજ એવા ” ધન્વતરી આરોગ્ય રથના તબીબ દ્વારા આવા બાંધકામ શ્રમિકને નજીકની સ્થાનિક સરકારી હોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે.વિવિધ પ્રકારની લેબોરેટરી સુવિધા સાથે સુસજ્જ એવા ધન્વતરી આરોગ્ય રથ દ્વારા “હિમોગ્લોબીન , ” બ્લડસુગર” , તથા પ્રેગનેન્સી ટેસ્ટ , મેલેરિયાની સેવાઓ પણ વિના મુલ્યે પૂરી પાડવામાં આવે છે . અદ્યતન ટેકનોલોજી જેવી કે ઓનલાઈન ડેટા ટ્રાન્સફર , જી . પી . એસ . થી સુસજ્જ અને સંપૂર્ણ તાલીમબદ્ધ આરોગ્ય કર્મચારીગણ ધરાવતા કુલ 34 ધન્યતરી આરોગ્ય રથો દ્વારા રાજ્યનાં ૨૨ જિલ્લાઓમાં પ્રાથમિક આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે , આથી માહે ફેબ્રુઆરી – ૨૦૨૦ માં વિવિધ રોગની ૭ , ૫૬ , ૩૭૩ જેટલી ઓ . પી . ડી સારવાર સુવિધા નિદાન વિગેરે આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં આવી છે . શ્રમજીવી પરિવારો માટે ધન્વતરી આરોગ્ય રથની આરોગ્ય સેવાઓ આવકારદાયક બની છે .