રક્ષણ ફીક્સ-પે, કોન્ટ્રાક્ટ પ્રથાના કર્મચારીઓને મળશે. કરાર આધારિત કર્મચારીઓને મનફાવે – મનસ્વી રીતે રાજ્ય સરકાર જુદાજુદા બહાના હેઠળ કોઈપણ કાર્યવાહી વિના છૂટા કરી દેતી હતી. વડી અદાલતના ચુકાદાબાદ ભાજપ સરકારની મનસ્વી – મનફાવે તેવા નિર્ણયો પર રોક લાગશે. ફીકસ-પે, કોન્ટ્રાક્ટ પ્રથાના કર્મચારીઓ ઉપર ભાજપ સરકાર – અધિકારીઓ દ્વારા ખોટા નિર્ણયો માટે દબાણ થતુ હતુ. તે ડર અને ભયનો માહોલ સાથોસાથ નોકરી જવાની જે સતત ચિંતા રહેતી હતી તેના ઉપર રોક લાગશે.
ફિક્સ-પે, કોન્ટ્રાક્ટ પ્રથા એ ભાજપ સરકારની શોષણ નિતિનો ભાગ છે. નામદાર વડીઅદાલતની ડીવીઝન બેંચે જ્યારે ‘સમાન કામ – સમાન વેતન’ સિધ્ધાંતનો સ્વીકાર કરી ફીક્ષ-પે, કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરવાનો આદેશ આપેલ હતો તેની સામે ભાજપ સરકાર સુપ્રિમકોર્ટમાં ગુજરાતના લાખો યુવાનોને ન્યાય ન મળે તે માટે પીટીશન દાખલ કરેલ છે. જે ઘણા વર્ષોથી કાનુની ગુચમાં અટવાયે છે. ભાજપ સરકાર ગુજરાતના લાખો યુવાનોનું શોષણ કરતી ફીકસ-પે, કોન્ટ્રાક્ટ – આઉટ સોર્સીંગ પ્રથા નાબુદ કરે અને સુપ્રિમ કોર્ટમાંથી અરજી પરત ખેંચે તો જ ગુજરાતના યુવાનોને ન્યાય મળશે અને શોષણ માંથી મુક્ત થશે.
ફીકસ-પે, કોન્ટ્રાક્ટ પ્રથામાં કામ કરતા કર્મચારીઓ પ્રત્યે ભાજપ સરકાર ઓરમાયુ – અપમાન જનક નિતિ અખત્યાર કરી રહી હતી. વડી અદાલતે ભાજપ સરકારની ગેરબંધારણીય નિતિને મોટો ફટકો આપ્યો છે. ફિક્ષ-પે, કોન્ટ્રાક્ટ પ્રથા હેઠળ નિમણુંક લીધેલા લાખો કર્મચારીઓને આ ચુકાદાનો લાભ મળશે. રાજ્ય સરકારના રેગ્યુલર નિમણુંક પામેલા કર્મચારીઓને જેટલું કાયદાનું રક્ષણ મળે છે તે તમામ કાયદાનું