બાઈક અને લકઝરી બસ સામસામા અથડાતા ત્રણ સગા ભાઈના મોત

પાલનપુર, તા.૨૨

આજે વહેલી સવારે લાખણી તાલુકાના લાખણી ગેળા પાસે બાઈક અને લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક અને લકઝરી બસ સામસામા અથડાતા 3 સગા ભાઈઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત ને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

સવારે અકસ્માત સર્જાયો લાખણી તાલુકાના લાલપુર ગામના 3 ભાઈઓ તાલુકા મથક કોઈ કામ અર્થે વહેલી સવારે જઈ રહ્યા હતા. ત્યારે ગેળા તરફથી આવતી લકઝરી બસ અને બાઈક સામસામી અથડાઈ હતી. જેમાં ત્રણેય ભાઈઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. બસમાં દર્શનાર્થીઓ ગેળા હનુમાનજી મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા હતા. ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા.

મૃતકના નામ મુકેશભાઈ લાધાજી પ્રજાપતિ(ઉ.વ.20), રમેશભાઈ લાધાજી પ્રજાપતિ(ઉ.વ.18), જીગરભાઈ લાધાજી પ્રજાપતિ(ઉ.વ.16), ભાઈઓની લાશ જોઈ મોટાભાઈની તબિયત લથડી અકસ્માતમાં 3 ભાઈઓના કમકમાટીભર્યા મોત થતાં લાલપુરથી મોટોભાઈ ઘટના સ્થળે દોડી ગયો હતો. નાના ભાઈઓની લાશ જોઈને તેની તબિયત લથડી હતી. તેને તાત્કાલિક સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યો હતો.