બાબા રામદેવ 1 લાખ કરોડનો ઘંઘો કરશે, પણ ગુજરાતમાં એક ફેક્ટરી ન નાંખી

બાબાને ધંધો વિકસાવવા માટે ગુજરાતના લોકોએ સૌથી મોટુ દાન કર્યું હતું. હરિદ્વારના આશ્રમમાં જે દાતાઓની યાદી મૂકી છે તેમાં 80 ટકા ગુજરાતના છે જેમાં સુરતના 90 ટકા છે. તેમ છતાં બાબાએ ગુજરાતમાં એક પણ ફેક્ટરી નાંખી નથી.

રૂચિ સોયા કંપનીને ખરીદ કર્યા બાદ હરિદ્વારના બાબા રામદેવની પ્રમોટર કંપની પતંજલિ ગ્રુપનો બિજનેશ માર્ચ 2020ની અંતે રૂ.25,000 કરોડ થઈ જશે. જેમાં 12,000 કરોડ રૂપિયાનો કારોબાર પતંજલિ ગ્રુપ અને 13,000 કરોડ રૂપિયાનો કારોબાર રૂચિ સોયાનોબાબ રામદેવે જાહેર કર્યું હતું કે, તેઓ હવે દેશની સૌથી મોટી FMCG કંપની બનાવવાના છે.  જેનું ઉત્પાદન 5 વર્ષમાં 1 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે.

ભાજપના વડાપ્રાધાન બનાવવા માટે મોદીને મદદ કર્યા બાદ 6 વર્ષમાં બાબાનો ધંધો વધ્યો છે. હવે ફિલ્મની હિરોઈન બાબાની કંપનની બ્રાંડ એમ્બેસેડર બનશે

બાબા આયુર્વેદ છોડીને હવે એફએમસીજી કંપની જેમાં તેલ, સાબુ, ડિટર્જન્ટ, બિસ્કિટ, શેમ્પુ વગેરે રોજિંદા વપરાશની સામગ્રી બનાવતા થઈ જશે. હિન્દુસ્તાન યૂનિલિવરની જગ્યાએ દેશની સૌથી મોટી એફએમસીજી કંપની બની જશે.

ન્યૂટ્રિલા બ્રાન્ડની ત્રણ નવી પ્રોડક્ટ વેચશે. જે હૃદય, કોલેસ્ટ્રોલ અને હાઇબીપીના દર્દીઓ માટે છે. કંપની ન્યૂટ્રિલા ગોલ્ડ નામથી ખાદ્ય તેલ ઉપરાંત ન્યૂટ્રિલા હની અને ન્યૂટ્રિલા પ્રોટીન લોટ રજૂ કરશે.

બાબાની રુચિ સોયા ત્રણ ગણી મોટી થશે. ખાદ્ય તેલની આયાત ઘટાડવા માટે આ કંપની મદદ કરશે. 2018-19માં કંપનીની આવક 38,000 કરોડ રૂપિયા રહી હતી. બે વર્ષમાં રુચિ સોયાના 25 ટકા શેર બજારમાં વેચવામાં આવશે.  રૂચિ સોયા સાથે પતંજલિ જૂથનું લક્ષ્‍ય છે કે આગામી પાંચ વર્ષમાં તેનો 25 કરોડ ગ્રાહક આધાર વધારીને 50 કરોડ કરવામાં આવશે.