બાયોમેટ્રીક હાજરીને પગારબીલ સાથે જોડી દેવાશે

રાજયની જુદી જુદી મેડિકલ કોલેજોમાં ફરજ બજાવતા ડોક્ટર અધ્યાપકો અને અન્ય કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરી લેવાનુ શરૂ કરવામાં આવ્યુ છે. આમછતાં અનેક કોલેજોમાં કર્મચારીઓ આ પ્રકારની હાજરી પુરતા ન હોવાની વિગતો બહાર આવી રહી છે. જેના કારણે ગઇકાલે તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગ દ્વારા દરેક મેડિકલ કોલેજને પરિપત્ર મોકલીને  બાયોમેટ્રીક હાજરીને પગારબીલ સાથે સાંકળી લેવા તાકીદ કરવામાં આવી છે. આ પરિપત્રના કારણે હવે આગામી દિવસમાં ગેરહાજર રહેનારા કર્મચારીઓના પગારબીલમાં જ સીધી એન્ટ્રી થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વ્યવસ્થાના કારણે આગામી દિવસોમાં બાયોમેટ્રીક હાજરી ન પુરનારા કર્મચારીઓના પગારબીલમાં સીધો કાપ મુકી દેવામાં આવશે.

2014થી સરકારી સ્કુલોમાં શિક્ષકો અને સરકારી હોસ્પિટલોમાં ડોકટરોને આવવું મોંઘુ પડી શકે છે. કારણકે સરકાર હવે ત્યાં પણ બાયો મેટ્રીક સિસ્ટમ લગાવવાની તૈયારી કરી રહ્યું છે. આ કારણે મિડ ડે મિલમાં લાગવાવાળી ગડબડીઓને પણ રોકી શકાશે. આ સિસ્ટમની શરૂઆત જીલ્લા વડામથક અને જીલ્લા હોસ્પિટલમાં કરાશે.