બાલાસિનોર અશ્મિય ઉદ્યાન આવેલો છે જે ભારતના જુરાસિક પાર્ક તરીકે પ્રસિદ્ધ છે. અહીંથી 72 એકરના વિસ્તારમાં ડાયનાસોરનાં ઈંડા, હાડકા વગેરેનાં અશ્મિ મળી આવેલાં છે. અહીંથી 13 પ્રકારનાં ડાયનાસોરનાં અવશેષો મળ્યા છે. ફોસિલ પાર્કની આ સાઈટ વિશ્વની બીજા કે ત્રીજા નંબરની વિશાળ સાઈટ છે. રૈયોલીમાં 6.5 કરોડો વર્ષો પહેલાં ગુજરાતની ધરતી પર ફરતા રાજા સૌરસ હતા. 1981માં જિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને અહીં ડાયનોસોરના અવશેષો અને ઈંડાં મળ્યાં હતાં. સોરસ નામની પ્રજાતિના ડાયનોસોરના અંગોનાં અશ્મિઓ સચવાયેલાં છે.
ગુજરાતના રયૌલીને ડાયનાસોરના ઘર તરીકે પણ ઓળખાય છે. એસએસની ક્વોરી વિસ્તારમાં 1981થી 1983માં પથ્થર તોડતા સમયે ગોળ, લંબગોળ આકારના એકસરખા પથ્થર મળી આવ્યા હતા. જેનો ઉપયોગ ક્વોરીઓની ઑફિસ અને બાગબગીચાની સજાવટ માટે કરવામાં આવ્યો હતો. થોડા સમય બાદ તેની મુલાકાત અર્થે જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડૉ. મોહબે અને ડૉ. દ્રેદી રેગ્યુલર મેપિંગ સરવે માટે આવ્યા ત્યાં આ પથ્થર પર તેમની નજર ગઈ અને પૂછપરછ કરતા આ પથ્થર ખોદકામ કરતા મળ્યા તેવી માહિતી મળી. ડૉ. સુરેશ શ્રીવાસ્તવની ટીમે ખોદકામ કરતા ડાયનાસોરના પગ, મગજનો ભાગ, પીઠ અને થાપાનો ભાગના અવશેષો મળી આવ્યા અને આ વિસ્તારમાં ડાયનાસોર વસવાટ કરતા હતા તેવી સાબિતી મળી. ડાયનાસોરનો યુનાની ભાષામાં અર્થ મોટી ગરોળી થાય છે. લગભગ ૧૬ કરોડ વર્ષ સુધી પૃથ્વીના સૌથી મહત્ત્વના સ્થળ તરીકે કશેરૃનો જીવ માનવામાં આવતી.