રાજ્યમાં આવેલ 10 સ્વૈચ્છિક ધોરણે ચાલતા ઓબ્ઝર્વેશન હોમના સંચાલન માટે સ્વૈચ્છિક ધોરણે બાળ સંરક્ષણ મંડળ અને સરકારના હોમ સામે પ્રશ્નો ઊભા થયા છે. છેલ્લા કેટલાય સમયથી વિવાદનો પર્યાય બન્યું છે.
મહેસાણાના રાધનપુર ચોકડી પાસે આવેલા બાળ ઓબ્ઝર્વેશન હોમના સંચાલક અને ગાર્ડને પુર્વતૈયારી કરી હુમલો કરી રૂમમાં પુરી 9 બાળકો 4 ફેબ્રુઆરી 2020માં ફરાર થવાની ઘટનાની ખળભળાટ મચી ગયો છે. જુદા-જુદા ગુનામાં સંડોવાયેલા બાળકોને રાખવામાં આવે છે. નાસ્તો કરવા બહાર લાવવામાં આવ્યા હતા. ગુજરાતના 2 બાળકો સહિત 9 બાળકો હતા.
1 સપ્ટેમ્બર 2018માં પણ મહેસાણાના આ ઓબ્ઝર્વેશન હોમમાંથી બાળકો સુરક્ષિત નથી. એક વર્ષમાં 8 બાળકો અહીંથી ભાગી ગયા બાદ બીજા 9 બાળકો ભાગી છૂટ્યા છે.
મહેસાણામાં ચાર જેટલા કિશોરોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેથી મહેસાણા હોમ સામે સુરક્ષાનો સવાલ ઊભો થયો છે. ચાર કિશોરોએ એક મહિનામાં બીજી વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. . આખરે ઓબ્ઝર્વેશન હોમમાં બાળકો કેમ આવું કરવા મજબુર બને છે તે એક સવાલ છે.
નવસારી
27 જૂન 2010માં નવસારીના રૂસ્તમવાડી વિસ્તારમાં આવેલા ઓબ્ઝર્વેશન હોમમાં વાસણોની ચોરી કરવાના ગુનામાં પકડાયેલા 3 બાળકો ભાગી ગયા હતા. ઓબ્ઝર્વેશન હોમમાં 10 બાળકો હતા. ભાગી છુટેલા તિઘરા નવી વસાહતના ત્રણેય બાળકો અગાઉ પણ બે વખત ઓબ્ઝર્વેશન હોમમાં લાવવામાં આવ્યા હતા.
રાજકોટ
રાજકોટના પોલીસમેનની હત્યાના ગુનામાં બાળ સંરક્ષણ ગૃહમાં રહેલા શખ્સે ગૃહના સ્ટાફ તથા અન્ય બાળકોને ધમકી આપવા ઉપરાંત બાળક સાથે સુર્ષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યાની ફરિયાદ નોંધાવામાં આવી હતી. શહેરના ગોંડલ રોડ પર આવેલા બાળ સુરક્ષા ગૃહમાં રાખવામાં આવતા બાળકો માટે નર્કાગાર બની ગયું હતું. ઓબ્ઝર્વેશન હોમમાંથી નામચીન શખ્સ પાસે ગાંજો અને મોબાઇલ મળી આવ્યા હતા. રોજ રાતે દારૂ-ગાંજાની મહેફીલ અને સગીર આરોપી પર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય થતું હતું. પોલીસમેન ભરતભાઇ ગઢવીની હત્યાના ગુનામા છેલ્લા અઢી માસથી ગોંડલ રોડ પર આવેલા સ્પેશ્યલ હોમ ફોર બોયઝમાં રાખવામાં આવેલા આશાપુરાનગરના રાજપાલ ઉર્ફે રાજો સુધિરસિંહ જાડેજા નામનો શખ્સ ફરાર થયો હતો. સૃષ્ટિ વિરૂધ્ધના ગુનામાં રાજપાલ ઉર્ફે રાજા જાડેજા છુટી જતા પોલીસમેનની હત્યાના ગુનામાં ફરી તેને સુરક્ષા ગૃહમાં લાવવામાં આવ્યો હતો. રાજા જાડેજા પોતાના બે મિત્રોની હત્યા થઇ હોવાથી પોતાને ફરી એક પોલીસમેનની હત્યા કરવી છે તેવી સુરક્ષા ગૃહમાં બડાસ કરી અન્ય બાળ અપરાધિઓને દબાવતો હતો.
અમદાવાદ છોકરાઓ માટેનું ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ ખાનપુર , કામા હોટેલ પાસે , રીલીફ રોડ , અમદાવાદ ૦૭૯ – ૨૫૬૦૧૨૯૮ balgruh૧૯૫૭@yahoo.in
2 વડોદરા છોકરાઓ માટેનું ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ કાસમ હાલા કબ્રસ્તાનની સામે , જિલ્લા શિક્ષણ અધિકરીની કચેરી , ગરનાળાની પાસે , કારેલી બાગ , વડોદરા ૦૨૬૫ – ૨૪૧૧૦૯૪ o.h.Boyeszonalvadodara@gmail.com
3 સુરત છોકરાઓ માટેનું ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ પારલે પોઇન્ટ , બેંક ઓફ બરોડા સામે , ઘોડ દોડ રોડ , સુરત ૦૨૬૧ – ૨૨૨૮૭૯૪ zonalobservationhome@gmail.com
સરકારી
1 વડોદરા છોકરીઓ માટેનું ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ કમ પ્લેસ ઓફ સેફ્ટી કમ સ્પેશ્યલ હોમ ફોર ગર્લ્સ, જુવેનાઈલ જસ્ટિસ હોમ કેમ્પસ, શાસ્ત્રી બ્રીજ નીચે, વડોદરા- ૦૩ ૦૨૬૫ – ૨૭૮૦૨૮૦ –
2 રાજકોટ છોકરાઓ માટેનું ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ સરદારગઢ બંગલો , ગોંડલ રોડ , રાજકોટ ૦૨૮૧ – ૨૩૬૨૧૫૮ observationhomerajkot@gmail.com
3 મહેસાણા છોકરાઓ માટેનું ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ આદર્શ નિવાસી શાળા , તળીટી બસ સ્ટેન્ડ પાસે , મહેસાણા ઉંજા હાઇ – વે . મહેસાણા ૦૨૭૬૨ – ૨૯૧૨૯૮ Observationhome.meh@gmail.com
સરનામું: બ્લોક નંબર-૧૯, ત્રીજો માળ, ડો.જીવરાજ મહેતા ભવન, સેક્ટર ૧૦, ગાંધીનગર, ગુજરાત
ફોન નં: ૦૭૯ – ૨૩૨ ૪૨૫૨૧/૨૩ ફેક્ષ: ૦૭૯ – ૨૩૨ ૪૨૫૨૨
ઇ-મેઇલ: gujarat.icps@gmail.com, gscps.icps@gmail.com, sara.gujarat@gmail.com