રદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના કાર્યાન્વિત સમિતિ (સૌરાષ્ટ્ર કચ્છ ક્ષેત્ર)ના અધ્યક્ષ તરીકે આજે નવા સચિવાલય, ગાંધીનગર ખાતે ડૉ. ભરતભાઇ બોઘરાએ ચાર્જ સંભાળ્યો હતો. કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં આવીને ચાર કલાકમાં જ પ્રધાન બની જતાં ભરત બોધરા તેમનો વિરોધ કરી રહ્યા છે. તેઓ જસદણની બેઠક પરથી ચૂંટાણી લડવા માંગતા હતા પણ બાવળિયા ભાજપમાં આવી જતાં તેમને હવે ટીકીટ મળી શકે તેમ નથી. તેથી ખાસ કિસ્સા તરીકે તેમને સરદાર પટેલ સહભાગી જળ સંચય કાર્યાન્વિત સમિતિના સૌરાષ્ટ્રના અધ્યક્ષ બનાવવા માટે અમિત શાહે આદેશ કર્યો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા, સિંચાઇ મંત્રી કુંવરજી બાવળીયા ઉપસ્થિત રહીને અધ્યક્ષ બોઘરાને શુભેચ્છાઓ પાઠવી હતી.