બિનઅનામતમાં નવી જાતિઓ-પર્યાયવાચી શબ્દોનો સમાવેશ કરાયો

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા બિનઅનામત વર્ગની જાતિઓ નક્કી કરવાના હેતુથી
બિનઅનામતવર્ગની જાતિઓની યાદીમાં નવી જાતિઓ અને પર્યાયવાચી શબ્દોનો સમાવેશ કરવામાં
આવ્યો છે.
જે મુજબ પરિશિષ્ટ-ચમાં A- બિનઅનામત હિન્દુ જાતિઓમાં પર્યાયવાચી શબ્દો/નવી જાતિઓ ઉમેરવામાં આવી છે. જેમાં 13-A. રાજપૂત ગરાસિયા, ગરાસિયા, હિન્દુ દરબાર (જે SEBC/OBC માં ન હોય તે)42-A. ભાનુશાળી, ભાનુશાલી, કચ્છી ભાનુશાલી, સિંધી ભાનુશાલી, હાલારી ભાનુશાળી 42-B. કંસારા, 42-

C મોઢ પટેલ (જે SEBC/OBC માં ન હોય તે) 42-D. ખમાર અને 42-E કંદોઇ, સુખડીયા (જે SEBC/OBC
માં ન હોય તે) નો સમાવેશ થાય છે.
પરિશિષ્ટ-ચ માં B-બિન અનામત મુસ્લિમ જાતિઓમાં પર્યાયવાચી શબ્દો/નવી જાતિઓ ઉમેરવામાં
આવી છે. જેમાં 55-A. મલેક (જે SEBC/OBC માં ન હોય તે) 66-A. રંગરેજ, લીલગર (મુસ્લિમ)66-B.
નાગોરી લુહાર (મુસ્લિમ)નો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તા.૬ ડિસેમ્બર ૨૦૧૮ના ઠરાવના પરિશિષ્ટ-ચ માં અને આ સુધારા ઠરાવથી
ગુજરાતની તમામ બિનઅનામત જાતિઓનો સમાવેશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં પણ
કોઇ બિનઅનામત જાતિનો પરિશિષ્ટ-ચ માં સમાવેશ કરવાનો રહી ગયો હોય તે સંજોગોમાં આવી બાકી રહી
ગયેલ જાતિઓને બિનઅનામત વર્ગના લાભો મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે જો આવી રહી ગયેલી
જાતિઓનો સમાવેશ અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત
વર્ગો /અન્ય પછાત વર્ગોમાં થયેલ ન હોય તો આવી જાતિના ઉમેદવારો/અરજદારોને બિનઅનામત વર્ગમાં,
ગણી સક્ષમ સત્તાધિકારીઓ (Competent authorities) દ્વારા ચોકસાઇ કરીને બિનઅનામત વર્ગ/જાતિનું
પ્રમાણપત્ર આપવાનું રહેશે.
આ ઉપરાંત તા.૬ ડિસેમ્બર ૨૦૧૮ના ઠરાવના પરિશિષ્ટ-ખ માં અનુસૂચિત જન જાતિઓની યાદી
સંબંધિત સૌની જાણકારી અને તૈયાર સંદર્ભ (Ready Reference) માટે આપવામાં આવેલ છે. આ યાદીના
અ.નં. ૨ સામે ‘‘બાવચા,બામ્યા’’ જાતિ દર્શાવવામાં આવેલ છે, જેને ‘‘બાવચા,બામચા’ વાંચવાની રહેશે તેમ
પણ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની યાદીમાં જણાવાયું છે.