નવસારી લોકસભામાં બિનગુજરાતી અને કોળી પટેલ વચ્ચે જંગ મંડાઈ ગયો છે. રવિવારે નવસારીમાં કોળી પટેલ સમાજના વિશાલ સંમેલનમાં અખિલ ભારતીય કોળી સમાજનું ગુજરાતનું સંમેલન મળ્યું હતું. કોળી પટેલ સમાજે નવસારીમાં કોંગ્રેસના ઉમેદવાર ઘર્મેશ પટેલને જીતાડી લાવવાનો ઠરાવ કર્યો હતો. અખિલ ભારતીય કોળી પટેલ સમાજના ગુજરાતના પ્રમુખ ચંદ્રવદન પીઠાવાળાએ ભાજપના સાસંદ સીઆર પાટીલને હરાવી દેવાની હાકલ કરી હતી.
અખિલ ભારતીય કોળી સમાજની સ્થાપના 50 વર્ષ પહેલાં કરી હતી અને કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા.તેવા રામનાથ કોવિંદ આજે દેશના રાષ્ટ્રપતિ છે. ગુજરાતમાં કોળી સમાજની વસ્તી 29 ટકા છે, જ્યારે દેશમાં 22 ટકા વસ્તી ધરાવીએ છીએ. સૌથી મોટો સમાજ છે. આટલી બધી વસ્તી હોવા છતાં આપણે આપણા સમાજના માણસને ચૂંટી લાવી શકતા નથી. સામે આપણા સમાજની વ્યક્તિ નથી. જો આપણે આપણા સમાજની વ્યક્તિને ચૂંટી લાવવામાં નિષ્ફળ જઈએ તો આવનારી પેઢી આપણને માફ કરશે નહીં.
કોંગ્રેસે ટીકીટ આપી છે, કોંગ્રેસે આમને આમ ટીકીટ આપી નથી.કોંગ્રેસે સમાજની તાકાત જોઈ છે. કોંગ્રેસ પક્ષને ખબર પડી ગઈ છે કે એટલે ટીકી ટ આપી છે. કોંગ્રેસે ટીકીટ આપી છે તો પક્ષાપક્ષી દુર રહી, અંગત વિવાદોને દુર રાખી, ફક્તને ફક્ત કોળી સમાજના ઉમેદવારને વોટ આપી જીતાડી લાવો. બેથી ત્રણ ટર્મથી કોળી ઉમેદવાર નથી. તમને શું મળી રહ્યું છે? નવાસરીમાંથી (સી આર પાટીલ) સાંસદ બનીને બેઠાં છે તેમણે કોળી સમાજનું કયું કામ કર્યું છે. મારી પાસે પુરાવા છે કે કોઈ પણ જગ્યાએ કોળીનું કામ થતું નથી. જે વ્યક્તિ સમાજનું કામ કરતા ન હોય, મહત્વ ન આપતા હોય તેવી વ્યક્તિને હોદ્દા પરથી દુર કરો. સમાજની વ્યક્તિ હશે તો આપણી વાત સાંભળશે અને કામ કરશે. નહીં કરશે તો કાન પકડીને કરાવીશું. આમ તેમણે ભાજપના સી આર પાટીલને હરાવવા માટે અપીલ કરી હતી. તેથી કોળી એક થયા છે અને સી આર પાટીલને હરાવવા માટે મેદાને પડ્યા છે.