અમદાવાદમાં બીઆરટીના એક ડ્રાઈવરે અકસ્માત કરીને બે લોકોનો જાન લીધો પણ તેનો ભોગ બીઆરટીએસ કોરીડોરની બન્ને બાજુ સોપીંગ સેન્ટરની બહાર મૂકેલા વાહનો બન્યા હતા. 3 તારીખે સંયુક્ત પોલીસ કમિશ્નર જે. આર. મોથલીયાએ ડ્રાઈવ કરી હતી જેમાં 354 લોકોના વાહનો અંગે સ્થળ પર દંડ કરીને અને ઉઠાવી જઈને રૂ.2.50 લાખનો દંડ કર્યો હતો. પણ જે શોપીંગ સેન્ટરની દુકાનો પાર્કિંગના સ્થાને બનાવી દઈને કાયદાનો ભંગ કરનારા બિલ્ડરો અને હપ્તા લીધા હોય એવા અધિકારીઓ કે રાજકારણીઓને કોઈ દંડ આજ સુધી થયો નથી. તેઓએ પાર્કિંગના સ્થાને દુકાનો બનાવી દીધી હોવાથી લોકો પોતાનું વાહન બહાર પાર્ક કરે છે. Traffic Press note dt.5.12 2019 (1)