કેશોદમાં ગુજરાત સરકારના પુરવઠા વિભાગ દ્વારા ખરીદ કરતાં તુવેરમાં મોટું કૌભાંડ બહાર આવ્યા બાદ આજે ખેડૂતોએ જાતે ગુજરાત બહારથી લાવીને રાખેલો તુવેરનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. તંત્ર કંઈપણ કાર્યવાહી કરે તે પહેલાં ખેડૂતોએ 700 ગુણી જેટલો હલકી ગુણવત્તાની તુવેરનો જથ્થો પકડી પડ્યો હતો. અગાઉના કૌભાંડના 7 આરોપી પૈકી એક ભરત વાઘસિયાની વાડીમાંથી જથ્થો પકડાયો હતો. ગુજરાત બહાર ના રાજ્યોમાંથી જથ્થો આવ્યો હોય તેવું પહેલી નજરે લાગી રહ્યું છે, તેમ ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયાએ જણાવ્યું હતું.
ટેકાના ભાવે ખરીદી પર જે સીલ કરવામાં આવે છે તે ટેગ પણ આ જથ્થા સાથે મળી આવ્યા હતા. તંત્ર ઊંઘમાં રહ્યું અને જાગૃત ખેડૂતોએ ભરત વઘાસિયાની વાડીમાં છાપો માર્યો અને મોટું કૌભાંડ પકડી પાડ્યું છે. ખેડૂતો છાપા મારી કરે છે, તો તંત્રએ શુ કામગીરી કરવાની હોય છે…? એવો પ્રશ્ન પણ પાલભાઈએ કર્યો હતો.
સળેલી તુવેર ભેળવવાનો કારસો નહિં પરંતુ પુર્વાયોજીત ષડયંત્ર ચાલી રહ્યું હોય તેમ જુનાગઢ જિલ્લાનાં કેશોદ માર્કેટીંગ યાર્ડમાં તુવેર કૌભાંડ સામે આવ્યું છે. કેશોદ યાર્ડમાંથી પૂરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદી કરી તેને જેતપુર નજીકના ગોડાઉનમાં મોકલવામાં આવી હતી. પરંતુ ત્યાંથી તુવેરનો જથ્થો નબળો હોવાનુ સામે આવતા આજે 3241 કટ્ટા તુવેરનો જથ્થો સીઝ કર્યો હતો. તપાસ કરવામાં આવી રહી છે. આમ મગફળી બાદ તુવેરમાં પણ ભેળસેળનું કૌભાંડ હોવાની આશંકા સર્જાઈ છે. બનાવના પગલે વિસાવદરનાં MLA ભરત લાડાણી અને હિતરક્ષક સંસ્થાએ ઉપવાસ આંદોલનમાં હાજરી આપી હતી અને ટેકો જાહેર કર્યો ૩ લોકોને સસ્પેન્ડ કરી તપાસ ચાલુ છે તેવી વાત કરાઇ રહી છે. પરંતુ સમગ્ર કૌભાંડને ઉજાગર કરનાર ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ધારાસભ્ય હર્ષદ રિદડીયાની રૂબરૂમાં પુરવઠા નિગમની કચેરીએ વિવિધ સત્તર મુદ્દાઓને લઇ આર.ટી.આઈ હેઠળ માહિતી માંગી છે.