બી ડિવિજનનો એએસઆઇ આરોપી પાસેથી 6 હજારની લાંચ લેતાં ઝબ્બે

પાટણ, તા.૨૮

પાટણ શહેર બી ડીવીજન પોલીસ સ્ટેશનના એએસઆઇ ધીરજીભાઈ સાંકાભાઈ દેસાઈ રૂ.6000ની લાંચ 1 કેસના આરોપી પાસેથી લેતાં રંગેહાથ એસીબીની ટ્રેપમાં પકડાઇ ગયા છે. પાટણ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ફરજ બજાવતા એએસઆઈ ધીરજીભાઈ સાંકાભાઈ દેસાઈએ એક શખ્સ સામે પોલીસ સ્ટેશનમાં કેસ થયેલ હોઈ જલદીથી રજુ કરવા, હેરાન નહી કરવા અને કાગળોમાં મદદ કરવા સારૂ રૂ.10000/-ની લાંચની માંગણી કરેલ હતી પણ રકઝકના અંતે રૂ. 6000 લેવાનુ નક્કી કર્યુ હતું. પરંતુ તેઓ લાંચ આપવા ન માંગતા હોઇ તેણે એસીબી કચેરી પાટણનો સંપર્ક કરતાં, ફરિયાદીની ફરિયાદ આધારે એસીબીએ છટકુ ગોઠવ્યુ હતુ.

એસીબીએ શુક્રવારે શ્રમજીવી પોલીસ ચોકી, ઊંઝા ત્રણ રસ્તા,પાટણ નજીક લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા અને લાંચનો ગુનો નોંધી વધુ તપાસ ટ્રેપિંગ અધિકારી કે.જે.પટેલ, ઈન્ચાર્જ પી.આઈ પાટણ એસીબીએ હાથ ધરી હતી.