બુટલેગરોએ કારના ડેશબોર્ડ માં ગુપ્ત ખાનું બનાવી ૨૯ બોટલ સંતાડી

મેઘરજ તાલુકો રાજસ્થાન રાજ્યની સરહદે આવેલો હોવાથી બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા સતત પ્રયત્નશીલ રહે છે શામળાજી રતનપુર ચેકપોસ્ટ પરથી મોટા વાહનોમાં વિદેશી દારૂ રાજ્યમાં ઠલવાય છે તો મેઘરજની ઉંડવા અને રેલ્લાવાડા ના સીમાડાઓ માંથી કાર-બાઈક જેવા નાના વાહનો મારફતે વિદેશી દારૂ ઘુસાડવા સ્થાનિક અને પરપ્રાંતીય બુટલેગરો અવનવા કીમિયા આપવાની પ્રયત્નશીલ રહેતા હોય છે.

મેઘરજ પીએસઆઈ પી.ડી.રાઠોડ અને તેમની ટીમે બાતમીના આધારે ઉંડવા ચેકપોસ્ટ પરથી વેગનઆર કાર માંથી ડેશબોર્ડની નીચે ગુપ્ત ખાનું બનાવી સંતાડેલ ૨૭ હજાર રૂપિયાના વિદેશી દારૂ સાથે બે બુટલેગરોને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

મેઘરજ પોલીસે રાજસ્થાનને અડીને આવેલી ઉંડવા ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું હતું બાતમી આધારિત કાર રાજસ્થાન તરફથી આવતી કારને અટકાવી તલાસી લેતા કારમાંથી દારૂ ન મળતા પોલીસ ચોકી ઉઠી હતી બાતમી સજ્જડ હોવાથી વેગનઆર કારના અંદરના ડેસ્કબોર્ડ ખોલતા ડેસ્કબોર્ડની અંદર બનાવેલ ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની ૨૯ બોટલ કીં.રૂ.૨૭૫૫૦/- નો જથ્થો મળી આવતા કાર ચાલક રાજેન્દ્રપ્રસાદ મંગેજરામ ગુર્જર અને મુકેશપ્રસાદ મંગેજરામ ગુર્જર (બંને રહે,ફાગોડીયાની ધાણી,રાજસ્થાન) ની ધરપકડ કરી વેગનઆર કારની કીં.રૂ.૧૭૭૫૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરી બંને બુટલેગરો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી