દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટને કારણે આજે જાપાનીઝ કંપનીઓ ભારત અને ખાસ કરીને ગુજરાતમાં વધુ ને વધુ મૂડીરોકાણ કરવા માટે પ્રેરિત થાય તેવા વાતાવરણનું નિર્માણ થયું છે.
મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ની પૂર્વસંધ્યાએ જેટ્રોના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી.
જેટ્રોના કારણે ગુજરાતમાં ઔદ્યોગિક મૂડીરોકાણ માટે જાપાનીઝ કંપનીઓને એક વિશેષ પ્લેટફોર્મ મળ્યું છે. જેટ્રો અને ગુજરાતના બિઝનેસ ફ્રેન્ડલી અભિગમના કારણે જાપાનીઝ કંપનીઓ વધુ ને વધુ ગુજરાતમાં મૂડીરોકાણ માટે આવી રહી છે ત્યારે ગુજરાત અને જેટ્રો ભાવિ ઔદ્યોગિક વિકાસ માટે સહયોગી પ્રયાસ કરી, ગુજરાત-જાપાનના ઔદ્યોગિક સંબંધોને નવી ઊંચાઈ આપશે.
આ પ્રસંગે જેટ્રોના વાઇસ પ્રેસિડન્ટ શ્રીયુત નાઓયોશી નોગુચી (Mr. NAOYOSHI NOGUCHI) એ જણાવ્યું હતું કે, જેટ્રો દ્વારા ગુજરાતમાં કૌશલ્ય નિર્માણની તાલીમ ક્ષેત્રે ખાસ સહયોગ આપવામાં આવશે. તેમણે કંપનીઓમાં કૌશલ્યવાન માનવબળની જરૂરિયાતોને પુરી પાડવા મેગા જોબ ફેર માટે સહયોગની તૈયારી દર્શાવી હતી.
શ્રીયુત નોગુચીએ જાપાનીઝ કંપનીઓ માટે ગુજરાત મૂડીરોકાણનું મહત્વરૂપ ક્ષેત્ર હોવાનું જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે રાજસ્થાનના નીમરાણા મોડલની જેમ જ ગુજરાતમાં પણ જાપાનીઝ કંપનીઓ આગળ વધે એ દિશામાં તેવો પ્રયાસ કરશે. મુખ્યમંત્રીશ્રીએ પ્રતિનિધિમંડળનાસભ્યોને આવકાર્યા હતા અને સ્મૃતિ ભેટ અર્પણ કરી તેમનું સ્વાગત કર્યું હતું
જાપાનીઝ કંપનીઓ ગુજરાતમાં વધુને વધુ મૂડીરોકાણ કરી રહી છે જે ગુજરાત માટે ગૌરવરૂપ છે એટલું જ નહીં આ
કંપનીઓ મુડીરોકાણ ક્ષેત્રે ગુજરાતની બ્રાન્ડ એમ્બેસેડર બની રહી છે આ કંપનીઓ પાસેથી પ્રેરણા લઈને અન્ય દેશની
કંપનીઓ ગુજરાતમાં રોકાણ માટે પ્રવૃત્ત થઈ રહી છે.
જાપાનના સ્ટેટ મિનીસ્ટર ઓફ ઇકોનીમી ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી શ્રીયુત યોશીહિકો ઇસોઝાકી (Mr. YOSHIHIKO
ISOZAKI) ના નેતૃત્વમાં આવેલા ૧૫ સદસ્યોના પ્રતિનિધિમંડળે ગુજરાત અને ભારતમાં મૂડી રોકાણની તકો સંદર્ભે
ચર્ચા કરી જણાવ્યું હતું કે, જાપાનીઝ કંપનીઓ જાપાન ભારતના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા ઈચ્છે છે.
આ કંપનીઓ મેક ઇન ઇન્ડિયા અને સ્કીલ ઇન્ડિયા જેવા અભિયાનમાં સહયોગી બનવા ઈચ્છે છે. જાપાન ભારતના
ભાવિ આર્થિક અને રાજનૈતિક સંબંધોને વધુ મજબૂત બનાવવાના માધ્યમ તરીકે પરસ્પરનો સહયોગ અને સહકાર
ફળદાયી બનશે તેમ જણાવી પ્રતિનિધિમંડળના સદસ્યોએ ગુજરાતને બિઝનેસ ફ્રેન્ડલી સ્ટેટ ગણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં આકાર લઈ રહેલા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સીટી- ગિફ્ટ સીટીની
રૂપરેખા આપી જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારોના કેન્દ્ર તરીકે ઉભરી રહેલા ગિફ્ટ સિટીમાં જાપાનીઝ
નાણાસંસ્થાઓ પણ જોડાય. મુખ્યમંત્રીશ્રીએ જાપાનીઝ બેન્કોને પોતાની શાખા ગિફ્ટ સિટીમાં શરૂ કરવા અનુરોધ
કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં ડિફેન્સ, આઇટી, ફૂડ પ્રોસેસિંગ અને રેલવે જેવા અનેકવિધ
ક્ષેત્રોમાં રોકાણની વિશાળ તકો રહેલી છે. તેમણે એમએસએમઇ ક્ષેત્રને ગુજરાતની ઔદ્યોગિક તાકાત ગણાવી
જાપાનીઝ કંપનીઓને રાજ્યના એમએસએમઇ ક્ષેત્રો સાથે જોડવા અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે, ગુજરાત
રાજ્ય આ ક્ષેત્રે જાપાનીઝ કંપનીઓના સહયોગથી લઘુ ઉદ્યોગોના વિકાસની નવી ઊંચાઇ હાંસલ કરશે.
આ પ્રસંગે શ્રીયુત ઇસોઝાકીએ ગુજરાતમાં મૂડીરોકાણ માટે અનેક કંપનીઓ ઉત્સુક છે એમ જણાવી
ગુજરાતના આતિથ્ય સત્કારથી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ તેમને સ્મૃતિ ભેટ પણ અર્પણ કરી હતી.